________________
જાણે છે કે આનાથી અશાતા વેદનીય કર્મ આદિ ખપે છે. અરે, કેટલીક વાર તો જાણીજોઈને ઉપવાસાદિ કરીને ભૂખ સહે છે. ભગવાનનું છદ્મસ્થજીવન જુઓ. કેટલી ઘોર તપસ્યા!
જોકે આ તપ બધા માટે ફરજિયાત નથી. જેવી જેની શક્તિ અને ભાવના ! એક લોચ ફરજિયાત છે ! એ પૈર્ય અને સત્ય વધારવા માટે છે. લોચાદિના કાયકલેશથી સાધુ પાપકર્મની ઉદીરણા કરે છે. ભવિષ્યમાં આવનારાં પાપકર્મોને અત્યારથી જ ઉદયમાં લાવીને ખતમ કરી દેતાં ભાવિનાં તેટલાં પાપકર્મો ખપી જાય છે. તેથી સાધુ આનંદ માને છે.
સંયમીનું જીવન એટલે અસલામતીનું જીવન! એને વળી સલામતી શાની? અજ્ઞાત ઘરોમાં જવાનું, શાતને ત્યાં જવાનું તો હમણાં હમણાં થઈ ગયું. અસલામતીમાં રહેવાથી આપણું સાહસ, સત્ત્વ, આત્મવિશ્વાસ આદિ ગુણો વધે છે.
સંયમ સારી રીતે પાળવું હોય તો ભક્તિ વિના ઉદ્ધાર જ નથી, મૈત્રી વિના ઉદ્ધાર નથી. મૈત્રી દ્વારા જીવો સાથેનો સંબંધ અને ભક્તિ દ્વારા ભગવાન સાથેનો સંબંધ સુધારવાનો છે. એ વિના ચારિત્રની શુદ્ધિ નથી, પ્રાપ્તિ નથી, એટલું લખી રાખજો.
આપણે એમ માની લીધું કે વૈરાગ્ય તો મુમુક્ષુને હોય સાધુને જરૂર નહિ. વૈરાગ્ય વિના ચારિત્ર ટકે શી રીતે ? જ્ઞાન વધે તેમ વૈરાગ્ય વધવો જોઈએ. દોષોની નિવૃત્તિ અને ગુણોની પ્રાપ્તિ કરાવે તે જ સાચું જ્ઞાન ! જ્ઞાનથી જો અભિમાન આદિ વધે તો અજ્ઞાન કોને કહીશું? દીવાથી અંધારું વધે તો દીવો કોને કહીશું? પ્રભુ-ભક્તિ વૈરાગ્યાદિ ગુણો જ્ઞાનથી વધવા જોઈએ. જ્ઞાનભક્તિ-વૈરાગ્ય ત્રણેય સાધનામાં જરૂરી છે. દીક્ષાનું મૂળ રહસ્ય
દીક્ષા એટલે ચોરાશી લાખ જીવયોનિના જીવોને અભયદાનનું ઘોષણાપત્રક! દયા-કરુણા વિના દીક્ષા ન ટકે. એ માત્ર મનથી ન ચાલે, વર્તનમાં આવવું જોઈએ. સાધુ અને વર્તનમાં મૂકે છે. ગૃહસ્થો એ ન કરી શકે.
આપણને જલદીની પડી છે. જ્ઞાનીઓને જીવની પડી છે. પડિલેહણ જલદી કરવાથી મોક્ષમાર્ગ ધીમે પહોંચાય. આમાં ટાઈમ બગડતો નથી. સફળ
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org