________________
શકીએ. કારણ કે અસંયમ જીવનમાં કોઈ જીવને સતાવવાનો નથી, પીડવાનો નથી. આવું જીવન અહીં જ શક્ય છે.
કોઈ દેવાળિયા માણસને કોર્ટ શું સજા ફરમાવે ? આપણે પણ દેવાળિયા છીએ. કર્મસત્તા એનો બદલો લીધા વિના રહેનાર નથી. કાળના પ્રદેશો નથી. ક્ષણ છે પણ બે ક્ષણ કદી એકી સાથે મળી શકતી નથી. એક સમય જાય પછી જ બીજો આવે. અસંખ્ય સમયો એકઠા ન થઈ શકે. જ્યારે જીવો વગેરેના પ્રદેશો સમૂહમાં મળી શકે છે.
જીવાસ્તિકાયમાં અનંત જીવોના અનંત આત્મ-પ્રદેશો છે. એમાંથી એક પણ પ્રદેશ ઓછો હોય ત્યાં સુધી જીવસ્તિકાય ન કહેવાય. એક પૈસા પણ ઓછો હોય ત્યાં સુધી રૂપિયો ન જ કહેવાય. ૯૯ પૈસા જ કહેવાય.
સમગ્ર જીવસ્તિકાય સાથે કેવો વ્યવહાર કરવો? એ જ સાધુજીવનમાં સમજવાનું છે. નારક વેદનામાં સબડે છે. દેવો સુખમાં મસ્ત છે. નિર્યચો પડામાં કણસે છે. હવે માણસો જ એક માત્ર એવા છે, જે ધર્મ આરાધી શકે. આ જીવન આપણને મળ્યું છે એમાં પણ કેટલાં વર્ષો ગયાં ? હવે કેટલાં રહ્યાં? મારું પોતાનું કહું તો ૭૬ વર્ષ ગયાં. હવે કેટલાં રહ્યાં? કાળરાજા ગમે ત્યારે ત્રાટકી શકે છે. માટે જ રોજ સંથારાપોરસી ભણાવવાની છે. સંથારાપોરસી એટલે મૃત્યુને સત્કારવાની તૈયારી સાધુ ગમે ત્યારે મૃત્યુ માટે તૈયાર હોય. કાલ નહિ, આજે. આજે નહિ અત્યારે પણ મૃત્યુ આવી જાય તો પણ સાધુ ડરે નહિ. ડરે તે સાધુ નહિ.
અહો ! અહો ! સાધુજી સમતાનો દરિયો ! સાધુને સમતાના સમુદ્ર કહ્યા છે. સમુદ્ર ન બનો તો કાંઈ નહિ, સરોવર તો બનો, કૂવા તો બનો... એ પણ ન બનો તો ખાબોચિયું તો બનો. સમતાનો છાંટોય ન હોય એવું સાધુપણું શા કામનું?
સાધુ પાસે આપવાનું શું છે?
અભયદાન
જળ - તરસ, દાહ, મલિનતા દૂર કરે. અગ્નિ - ઠંડી દૂર કરે.
૪૦
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org