________________
ભગવાનની વાત જુદી છે. આપણી વાત જુદી છે.
સાધુઓ જગતનું કલ્યાણ કરે છે, તેમાં પણ ભગવાનનો જ પ્રભાવ કામ કરી રહ્યો છે. અરિહંતના ધ્યાનમાં રહે તે જ સાધુ કહેવાય. આવા સાધુ, ઉપાધ્યાય કે આચાર્યને કરેલો નમસ્કાર પણ સર્વ પાપનો નાશક બને.
સાધુને અપાતા શા માટે ઉદયમાં આવે ? હું કહું છું. સાધુને પણ ઉદયમાં આવે. કારણ કે કર્મસત્તા સમજે છે. આ સાધુ તો જલદી જલદી મુક્તિ તરફ આગળ વધી રહ્યા છે તો જલદી એનો હિસાબ ચૂક્ત કરી લઈએ.
સંયમમાં જરૂર હોય તે ઉપકરણ તેથી વધુ વસ્ત્રાદિ તે અધિકરણ. આ સૂત્ર યાદ રાખશો તો વધુ સંગ્રહ કરવાનું મન ક્યારેક નહિ થાય. મધ્યકાળના સાધુઓને પ્રતિક્રમણ કરવાની જરૂર રહેતી નથી કારણ કે એમનું આખું જીવન જ આવશ્યકમય હોય છે. આપણે રહ્યા વક્ર અને જડ. એટલે જ આવશ્યકમય જીવન જીવવાનું હોવા છતાં આપણે એનાથી દૂર રહીને જ જીવીએ છીએ માટે જ આપણા માટે પ્રતિક્રમણ ફરજિયાત બનાવ્યું.
ચાલવા છતાં પહોંચવું જોઈએ ત્યાં પહોંચતા નથી તેનું કારણ નિશ્ચયવ્યવહારનું સમ્યગ આલંબન નથી લેતા, તે છે. અત્યારે આપણે નિશ્ચય સાવ જ ભૂલી ગયા છીએ. હું શુદ્ધાત્મા છું. એવી વિચારધારામાં આપણને મિથ્યાત્વ દેખાય છે, પણ શરીરમાં જ આત્મબુદ્ધિ છે, તેમાં મિથ્યાત્વ દેખાતું નથી. જ્ઞાનસાર એમને એમ નથી બનાવવામાં આવ્યો. જો કે સામો ખપ્પા' આ શ્લોક એમને એમ નથી બનાવ્યો. સંથારા પોરસીમાં રોજ નિશ્ચય યાદ કરાવવામાં આવે છે, પણ યાદ કરે છે કોણ? - ઊંઘમાં, એકલા-એકલા સંથારા પોરસી ભણાવનારા સાંભળી લે કે સ્વાતંત્ર્ય એ જ મોહનું – પાતંત્ર્ય છે. ગુરુનું પાતંત્ર્ય એ જ સાચું સ્વાતંત્ર્ય છે.
કોઈની ભૂલ કદી જાહેરમાં ન કહેવાય, એકાન્તમાં જ કહેવાય. કોઈની ટીકા કરતા પહેલા વિચારજો. જાહેરમાં બોલશો તો પેલાના હૃદયમાં તમારા પ્રત્યે આદર જ નહિ રહે. આદર જ નહિ રહે તો તમારું માનશે શી રીતે?
ભૂલ કાઢવાના નામે નિંદામાં સરકી જવું ઘણું સહેલું છે. નિંદા કયા દરવાજેથી આવી જાય, તેની ખબર પણ નહિ પડે. મરી જજો, પણ કોઈની નિંદા નહિ કરતા, નિંદા કરવી એટલે બીજાનું જીવતે જીવ મૃત્યુ કરવું. આટલા
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org