________________
જન્મમાં મુક્તિ આપે, કાળ, સંઘયણ વગેરેની અનુકૂળતા ન મળે તો ૨ કે ૩ ભવ, ૭-૮ ભવતો બહુ થઈ ગયા. આટલા ભવોમાં તો મોક્ષ મળવો જ જોઈએ. જ્યારે પણ સિદ્ધિ મળશે અરિહંતાદિની ભક્તિથી જ મળશે. તો શા માટે અત્યારથી જ અરિહંતાદિની ભક્તિ આરંભી ન દેવી?
અવશ્ય કરવાની ચીજ તે આવશ્યક. એવું નથી કે સાંજે જ છ આવશ્યક કરવાના. આખો દિવસ છે આવશ્યકમાં જ જીવવાનું છે. દરેક ક્ષણ આવશ્યક મય હોવી જોઈએ. સાંજે તો માત્ર લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત જ કરવાનું છે.
દરેક ક્ષણે કેમ ઊંઘી શકાય? યુદ્ધ વખતે સૈનિક આરામ કરી શકે ખરો? પ્રમાદ કરીશું તેટલો પરાજય નજીક આવશે એવું દરેક સૈનિકને ખ્યાલ હોય તેમ સાધુને પણ ખ્યાલ હોય. રાગ-દ્વેષની સામે આપણી લડાઈ ચાલુ જ છે.
ભગવાને તો વિશ્વમાત્રને મુક્તિનો માર્ગ બતાવ્યો, પણ ચાલવા કોણ તૈયાર થયો ચતુર્વિધ સંઘ, સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા મુક્તિ માર્ગે ચાલીએ એટલે ભગવાન આપણા માર્ગમાં સહાયક બને જ. ભવત્વાન ધર્મ ચક્રવર્તી છે. ઉપાસના શું છે ?
ભગવાન સાથેની બે પ્રકારની ઐશ્વર્યોપાસના અને માધુર્યોપાસના) ઉપાસનામાં ભગવાન સાથેનું જોડાણ માધુર્યોપાસનાથી જ થાય છે. માતાપિતા-ભાઈ-બંધુ આદિ સર્વ સંબંધોનો આરોપ ભગવાનમાં કરવાથી જ માધુર્યોપાસના જન્મે છે.
મનને જબરદસ્તીથી ખેંચવાનું નથી. ખેંચશો તો મન વધુ છટકશે. ઉપા. યશોવિજયજીએ લખ્યું: મન સાથે પ્રેમથી કામ લો : હે બાળક મન ! તું કેમ ચંચળ છે? તારે શું જોઈએ છે? આનંદ. એ આનંદ તને સ્થિરતા બતાવશે. તું જરા સ્થિર થા. તારી અસ્થિરતા જ તને આનંદનો ખજાનો બતાવતી નથી. આમ પ્રેમથી મનને સમજાવવાથી જ તે ધીરે ધીરે વશમાં આવે છે, સાધના માટે અનુકૂળ બને છે. પૂજ્યશ્રીની કરુણાદૃષ્ટિ
તમારે ન જોઈતું હોય પણ મારે તમને આપવું છે ને !
૧૮
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org