________________
આજે પણ નાના બાળકને પણ આપણે કાયોત્સર્ગ શીખવીએ છીએ. પૂ. ૫. ભંદ્રકર વિ. આ કાયોત્સર્ગ પર બહુ જોર આપતા.
કાયોત્સર્ગનાં રહસ્યો સમજીને તેનો પ્રચાર કરવા જેવો છે. પરસ્પરનો આથી સંકલેશ દૂર થશે. મૈત્રીભર્યું વાતાવરણ જામશે. કારણ કે તેમાં દેહાભિમાન છૂટી છે.
શ્રાવક તો સામાયિક પૂરું કરી લે પછી કંદાચ સમતામાં ન રહે તો ચાલે, સાધુ સમતામાં ન રહે તે કેમ ચાલે ?
“હું આત્મા છું” એટલું સતત યાદ રહે તો જ સમતા સતત ટકી રહે. પણ આશ્ચર્ય છે; બીજું બધું યાદ રાખનારા આપણે આત્માને જ ભૂલી ગયા છીએ. જાનમાં વરરાજા જ ભુલાઈ ગયો છે. પાત્રતા :
અહીં લોકથી સમ્યગૃષ્ટિ સંશી જીવો લેવાના છે. દેશનાના કિરણો તેને જ અજવાળે છે, જે સમ્યગુદષ્ટિ સંજ્ઞી જીવો હોય છે. ગાઢ મિથ્યાત્વવાળાનું હૃદય ભગવાન ની અજવાળી શકે. ઘુવડને સૂર્ય કોઈ ન બતાવી શકે. આપણે જો ઘોર મિથ્યાત્વી બનીને પ્રભુ પાસે ગયા હોઈએ તો ભગવાનનાં વચનો આપણને કંઈ જ ન કરી શકે. આપણા હૃદયનું અંધારું અભેદ્ય જ રહે. આપણે દરેક ભવમાં આવું જ કર્યું છે. આ ભવમાં પણ હજુ કદાચ ચાલુ જ છે. હું પણ સાથે છું.
આ જન્મમાં આ શાસન મળ્યું છે તો કાર્ય સિદ્ધ કરી લેવું, પાત્રતા પામીને જાવ.
શરીર ઇન્દ્રિયાદિ મારું છે, એમ માનીને જીવન પૂરું કરનારા જીવને ભગવાન મારા છે!” એવું કદી લાગ્યું નથી. અનેક ભવોનો આ અભ્યાસ ટળવો સહેલો નથી. વિકથાઓ ઘણી સાંભળવા મળે છે. ભગવાનની વાતો જગતમાં ક્યાંય સાંભળવા મળતી નથી. ભગવાન મારા છે, સારા છે – એવી દુર્લભ વાતો આ લલિત વિસ્તરાગ્રંથમાંથી તમને જાણવા મળશે.
આપણે ભાવ ભગવાનની વાતો કરીએ છીએ. પણ ભાવ ભગવાનને કોણ જોઈ શકે છે? સાક્ષાત ભગવાન પણ સામે બેઠા હોય તો પણ તેમનું આત્મદ્રવ્ય થોડું દેખાવાનું શરીર જ દેખાવાનું. ભાવ જીન વિદ્યમાન હોય
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org