________________
કારણ છે. સૂર્યની નજર પડે છે ને સામાન્ય દેખાતું જલબિંદુ મોતી બનીને ચમકવા માંડે છે. કુંભારની નજર પડે છે ને સામાન્ય દેખાતી માટી, કુંભ બનીને મસ્તકે ચડે છે. શિલ્પીની નજર પડે છે ને સામાન્ય દેખાતો પથ્થર પ્રતિમા બનીને મંદિરમાં બિરાજમાન થાય છે. ગુરુની નજર પડે છે ને સામાન્ય દેખાતો શિષ્ય અસામાન્ય બની જાય છે.
તમને સુધારવા હોય ત્યારે હું તમને અવિનય વગેરે તમારા દોષો કહું છું, તમારો ઉત્સાહ વધારવા માંગતો હોઉં ત્યારે હું તમને સિદ્ધના સાધર્મિક બંધુ કહું છું. જે વખતે જે જરૂરી લાગે તે કહું.
તાંબા કે લોઢા પર સુવર્ણસિદ્ધિનો રસ પડે તો તે સોનું બની જાય, એમ કહેવાય છે. ભગવાનની ભક્તિનો રસ આપણા હૃદયમાં પડે તો આપણો પામર આત્મા ૫૨મ બની જાય. તેમાં શ્રાવકપણાનું મૂલ્ય છે.
ભગવાન જીવે કરેલા પાપથી મળતા દુઃખને દૂર નથી કરતાં પણ દુ:ખમાં કેમ જીવવું, સમાધિ કેમ રાખવી ? રોગમાં યોગની પરિણામની દૃઢતાની શક્તિ આપે છે. સદ્વિચારો આપીને સમાધિ ટકાવે છે.
હૉટેલમાં જાવ જેટલા પદાર્થો આરોગો. એટલું બીલ ચઢે. જેટલા પુદ્દગલો વાપરો તેટલું બીલ ચઢે. દુઃખ ભોગવવું પડે.
ઘણા ગૃહસ્થો પૈસા ચૂકવી શકે તેમ ન હોય તો દેવાળું કાઢે છે તેમ પ્રાયશ્ચિત લેવાનું મન ન થાય તે પાપ નિકાચિત સમજવું.
રાજાને પથરો વાગ્યો છોકરાને ઇનામ આપ્યું તેનો ઇરાદો એવો ન હતો. રાજા કહે છે કે વૃક્ષ પથરો મારે તેને ફળ આપે હું રાજા એનાથી ગયોકે સજા આપું. ઇરાદો ખરાબ હોય તેને ન આપું.
શ્રાવકજીવનનું મૂલ્યાંકન
Jain Education International
For Private & Personal Use Only
૨૯
www.jainelibrary.org