________________
૬િ, સાધુજીવનનો મંત્ર અને મર્મ
આચાર્યશ્રીની શીખ.
મહા પવિત્ર તીર્થ શત્રુંજયમાં આપણે ભેગા થયા છીએ. બધાને મોટી આશા છે. અલગ અલગ સમુદાયના આચાર્ય ભગવંતો શું કરશે?
અમારે મૈત્રી કરવાની છે, લડવાનું નથી, લડવાનું છે કર્મ સાથે, ભળવાનું છે પ્રભુમાં, આ જ અમારું કર્તવ્ય છે. સાધુજનોનું કર્તવ્ય છે.
ઘરબાર છોડ્યા પછી આટલી આરાધનાઓ કર્યા પછી આપણને જે ગુણઠાણું [છઠ્ઠ મળે તેનું નામ જ્ઞાનીઓએ પ્રમત્ત’ આપ્યું. આવું નામ ગમે? પ્રમાદી કોઈ કહે તે ગમે ? ન ગમે તોય શું થાય? જ્ઞાનીઓએ નામ આપ્યું
જ્ઞાનીઓએ બધું બરાબર જોઈને જ કહ્યું છે. એટલે કે અહીં સુધી આવ્યા પછી પણ પ્રમાદની પૂરી સંભાવના છે. માટે જ લખ્યું: “જ્ઞાનિનો જ પ્રમાવિન: I' જ્ઞાની હોવા છતાં પ્રમાદી ! એમનું વિકલ અનુષ્ઠાન તે ઇચ્છાયોગ. તેનાથી ઉપર ચઢે શાસ્ત્રયોગમાં આવે, અપ્રમત્ત ગુણઠાણું આવે પછી યોગ્ય કાળે સામર્થ્ય યોગથી શ્રેણિમાં ચઢે.
સૌ પ્રથમ તમે તમારું સ્વરૂપ તો ઓળખો. ગૃહસ્થોને તો ધમધોકાર શીખવાડીએ છીએ, પણ સ્વ-જીવનમાં કદી નજર કરીએ છીએ?
સાધુ પણ જ્યાં સુધી સર્વ જીવોને આત્મભૂત ન જુએ ત્યાં સુધી સાધુતામાં પ્રાણ નથી આવતો આત્મતુલ્ય નહિ, પણ સર્વ જીવોને આત્મભૂત માનવા. આ સાધનાની પરાકાષ્ઠા છે.
બીજા દ્વારા થતી સ્તુતિ સાંભળતાં મલકાઈ જોઈએ તો પણ સાધના જાય. સ્તુતિ સાંભળતાં નારાજ થાય. નિંદાથી રાજી થાય તે સાચો યોગી, સુખને
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org