________________
૫. શ્રાવકવનનું મૂલ્યાંકન
તમે અને ઇંદ્ર એકબીજાનો સોદો કરવા તૈયાર થઈ જાવ તો શું બને ? ઇંદ્ર તૈયાર થઈ જાય શ્રાવક થવા. સમૃદ્ધિહીન પણ શ્રાવકજીવન ઇંદ્રને ગમે છે. જ્યારે તમને ધર્મહીન પણ ઇંદ્રાસન ગમે ને ? ઇન્દ્ર જાણે છે કે શ્રાવકમાં મોક્ષની સાધના થાય છે. તમે શું જાણો છો. ?
ઘરમાં એવી સામગ્રી ખડકી છે જેમાં પડદાની પાછળ મહારંભ પરિગ્રહ હોય. T. V., ફ્રિજ, મોટર વગેરે ક્યારે ચાલે ? તેની પાછળ મોટાં કતલખાનાંઓ ચાલે છે તે જાણો છો ? જેની ના પાડી છે તે કર્માદાનોની પાછળ આજે જૈનો દોડી રહ્યા છે. પૂ. આચાર્યશ્રી તેને અટકાવે છે.
માખી-મચ્છર-માંકડની દવા વાપરતા હો તો તમે જૈન રહી જ શકતા નથી. તેવા હિંસક સાધનો અને કાર્યો ન કરવાની બધા જ બાધા લઈ લો. પરિગ્રહસંજ્ઞા બાધક છે
પરિગ્રહસંજ્ઞા સૌથી વધુ પીડનાર છે. પરિગ્રહ છૂટ્યો છે પણ પરિગ્રહ સંજ્ઞા છૂટી છે એવું લાગે છે ? તેને તોડવા દાનધર્મ છે.
પછી પીડનારી છે. મૈથુનસંજ્ઞા, એને તોડવા શીલધર્મ.
ત્યાર પછી આહારસંશા પીડે છે. આ જ જોઈએ, આ ન જોઈએ એવી વૃત્તિ આહાર-સંજ્ઞા જ છે. આહાર છોડવો સહેલો છે પણ આહારસંશા છોડવી મુશ્કેલ છે. તેને તોડવા તપ-ધર્મ છે.
ચોથી પીડનારી ભયસંજ્ઞા છે. ભયના કારણે આપણું મન સતત ચંચળ રહેતું હોય છે. ચંચળતા ભયની જ નિશાની છે. તેને તોડવા ભાવ-ધર્મ છે. સુદર્શન શેઠ શૂળીએ ચઢવાના છે. એવા સમાચાર મળતાં મનોરમાએ કાયોત્સર્ગ કરેલો. જેને કારણે દેવને શૂળીને સિંહાસન બનાવવાની સ્ફુરણા થઈ. શ્રાવકજીવનનું મૂલ્યાંકન
૨૩
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org