________________
આપણે પ્રતિક્રમણ કર્યું. એટલે માની લીધું: છ આવશ્યક થઈ ગયા. ખરેખર એવું નથી, આપણા ચોવીસેય કલાક છે આવશ્યકમય હોવા જોઈએ, પ્રતિક્રમણ તો માત્ર એનું પ્રતીક છે.
ભગવાનનાં તત્ત્વો પર શ્રદ્ધા, સર્વત્ર ઔચિત્ય, સર્વ પર મૈત્રી આ અધ્યાત્મયોગ છે. પછી ભાવના ધ્યાન, સમતા અને છેલ્લે વૃત્તિસંક્ષયરૂપ યોગ આવે છે. ચારિત્રવાનને આ પાંચેય યોગ અવશ્ય હોય જ.
કલ્પનાના ચમચાથી શાસ્ત્રના દૂધપાકનો સ્વાદ નહિ મળે, એ માટે અનુભવની જીભ જ જોઈશે. માત્ર પઠન-પાઠનથી તૃપ્ત ન બનો. ઠેઠ અનુભવ સુધી પહોંચવાની તમન્ના રાખો.
શુભ ભાવોની અખંડ ધારા ચાલે, ધર્માનુષ્ઠાનોમાં અમૃતનો આસ્વાદ લાગે, વિષયોથી વિમુખતા આવે તે ધર્મારાધનામાં પ્રગતિ થઈ રહી છે તેનાં ચિહ્નો છે.
મન અનુભવજ્ઞાન સુધી તમને પહોંચાડી દે, પછી સ્વયં ખસી જાય ને તમને અનુભવના સમુદ્રમાં ધકેલી દે, એ જ મનનો મોટો ઉપકાર. પછી મન કહી દે છે; મારું કામ પડે ત્યારે બોલાવજો.
સમર્પિત શિષ્ય ગુરુની સર્પ પકડવાની આજ્ઞા પાળે તેમાં ગુરુ રહસ્ય જાણે છે. શિષ્યને સર્પ પકડવા કહ્યું. સર્પ જીવતો હતો. શિષ્ય ગુરુ આજ્ઞા પ્રમાણે સર્પ પકડ્યો. સર્વે ડંખ માર્યો, શરીરે વેદનાથી સખત આંચકો લાગ્યો. તેના પૂંઠમાં ખંધ હતી તે પાછી ખેંચાઈ ગઈ પછી ગુરુએ મંત્રશક્તિ વડે ઝેર ઉતાર્યું.
ક્ષયોપશમભાવની નિત્યવૃદ્ધિ થવી જોઈએ. આવે ને જાય તો મંઝિલ પૂરી ક્યારે થાય ? તમે મુંબઈ જવા નીકળો કોઈ સ્ટેશને ઉતરી જાવ વળી બીજી ગાડીમાં ચઢો તો મુંબઈ ક્યારે પહોંચો. આગળ ચાલતા રહો તો પહોંચાય.
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org