________________
જ આપે.
માત્ર ભણવાથી પંડિત થવાય, પણ આત્માનુભવી થવા જ્ઞાની થવું પડે. આત્માને વાળવો પડે, અધ્યાત્મગીતા જેવા ગ્રંથો આત્મા તરફ વાળે છે.
શુભભાવોથી પુણ્ય બંધાય, પણ ગુણ સંપાદન કરવું હોય, આત્મશુદ્ધિ કરવી હોય, મોક્ષ જોઈતો હોય તો શુદ્ધ ભાવ જોઈએ, ભક્તિથી જ આ શક્ય
બને.
બીજા જીવોની રક્ષા પણ સ્વભાવ પ્રાણ ટકાવવા માટે જ છે. ભાવહિંસક આપણે પોતે જ બનીએ છીએ, જ્યારે વિભાવદશામાં જઈએ છીએ.
પરહિંસાથી આપણા ભાવપ્રાણ હણાય છે, માટે જ દોષ લાગે છે. પરહિંસાથી મરનારનો તો દ્રવ્ય પ્રાણ જ જાય પણ આપણા ભાવપ્રાણ જાય
પોતાના ગુણોનો નાશ કરવો તે સ્વ-ભાવ હિંસા છે.
આત્મગુણોને હણતો ભાવહિંસક કહેવાય. જીવે અત્યાર સુધી આ જ કામ કર્યું છે. આ રીતે પરની અને સ્વની હિંસા જ કરી છે.
જેના સંસ્કાર પાડીશું તેનો અનુબંધ ચાલશે, જેને ટેકો આપીશું તેનો અનુબંધ ચાલશે, કોનો અનુબંધ ચલાવવો છે? દોષોનો અનુબંધ એટલે સંસાર, ગુણોનો અનુબંધ એટલે મોક્ષ. દોષનિવૃત્તિ
જેના દુર્ગુણો અને દોષોની આપણે નિંદા કરીએ તે જ દોષો અને દુર્ગુણો આપણામાં આવશે. ચોર અને ડાકુઓને તમે કદી ઘરમાં બોલાવો છો ? દોષ ચોર અને ડાકુઓ છે. મારામાં છે તેટલા દોષો પણ હું સંભાળી શકતો નથી તો બીજાને શા માટે બોલાવું?
દોષો દુર્ગતિમાં લઈ જાય. દુર્ગતિમાં જવાની તૈયારી છે?
ચંડકૌશિકને દુર્ગતિમાં પણ મહાવીર પ્રભુ મળી ગયા, આપણને કોઈ મહાવીર દેવ મળશે, એવી ખાતરી છે? કેટલી ઉત્કૃષ્ટ આરાધનાનું પુણ્ય હશે કે સાક્ષાત તીર્થંકરનો ભેટો થયો? કદી વિચાર્યું?
મોહવૃક્ષનાં ઊંડાં મૂળિયાં વિષય-કષાય પર ટકેલાં છે. માટે જ વિષયકષાય પરનો વૈરાગ્ય સૌ પ્રથમ જોઈએ. અહીં આવીને વિષય-કષાયનાં તોફાનો.
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org