________________
ત્યારે પણ તેમને કંઈ ઘરમાં કે હૃદયમાં ભવ્યો લઈ જતા નથી. તે વખતે પણ નામ અને સ્થાપના જ આધારભૂત હોય છે. ગુણનું ગુંજન
ગુણો આપણામાં પડેલા જ છે. કર્મે એને ઢાંકેલા છે. કર્મનું કામ ગુણને ઢાંકવાનું છે. ગુણ બહુમાનનું કામ ગુણોને પ્રગટ કરવાનું છે. જે જે ગુણોનું બહુમાન થતું જાય, તે તે ગુણ અવશ્ય આપણામાં આવે. કયો ગુણ તમને જોઈએ છે? જીવનમાં શું ખૂટે છે? તે જુઓ. જે ગુણ ખૂટે છે તેની હૃદયપૂર્વક અનુમોદના કરો. તમારામાં એ ગુણ અવશ્ય આવશે. ગુણોની પૂજા કરવી. કઈ રીતે ? મન, વચન અને કાયાથી. મનથી બહુમાન, વચનથી પ્રશંસા અને કાયાથી સેવા કરીને. - ખારા સમુદ્રમાં મીઠું પાણી મળી શકે? શોધનારને મળી શકે. શૃંગી ૬ મસ્ય મીઠું પાણી મેળવી લે છે. આ કલિકાલમાં ઉત્તમ જીવન મળી શકે ? મેળવનારને મળી શકે. ઉત્તમ આચાર્ય, મુનિ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ બધા જ કળિયુગનાં ખારા સમુદ્રમાંથી ઉત્તમ જીવનરૂપ મીઠું પાણી પીનારા છે. વિષ પણ અમૃત બને તે આને કહેવાય.
સજ્જનોની સજ્જનતા છે કે તમારા થોડા પણ ગુણનો ખૂબ ખૂબ વખાણ કરે. તે વખતે તમારે મોં નહિ મલકાવવું, ખભા ઊંચા નહિ કરવા. કેટલાક કામ કઢાવવા, મોટા ભા બનાવે જેમ શિયાળે પૂરી લેવા કાગડાની પ્રશંસા કરેલી. કદાચ એ શુભભાવથી પણ પ્રશંસા કરે. પ્રશંસા કરવી એની ફરજ છે, પણ અભિમાન કરવું તમારી ફરજ નથી.
બીજાની પ્રશંસાથી આપણા ગુણો વધે, સ્વપ્રશંસાથી ઘટે, અભિમાન વધે. સદ્ગુણો આવે, આવેલા સુરક્ષિત રહે તે માટે સાવચેત રહેવું જરૂરી છે. સગુણો રત્નો છે. મોહરાજા અભિમાન કરાવી લૂંટાવવા માંગે છે. બુદ્ધિ આદિ શક્તિ ભગવાનના પ્રભાવથી મળી છે. તેની સેવામાં એ વાપરવાની છે. “સારું થાય તે ભગવાનનું, ખરાબ થાય તે આપણી ભૂલનું એમ માનવું.
૭-૮ વર્ષ દક્ષિણમાં M.P. વગેરેમાં અમે રહ્યા. સંતો પ્રત્યેનો લોકોનો અપાર બહુમાન જોયો. પેરિયાર સ્વામી' કહેતાં એ લોકો સાષ્ટાંગ દંડવત કરી લે, સૂઈ જાય, મોટરમાંથી ઊતરી પડે, વંદન કરે, મોટરમાં બેસવાનો શ્રાવકજીવનનું મૂલ્યાંકન
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org