________________
આધોઈ ગામમાં પ્રથમ ઉપાધાન વખતે લોકોને ગુલાબજાંબુ પસંદ ન પડ્યા. ક્યારેય જોયાં ચાખ્યાં નહોતાં પણ યજમાને પરાણે ખવડાવ્યાં, ત્યારે ઠેકાણું પડ્યું. મારે પણ આમ કરવું પડે છે.
રાગદ્વેષ આદિ તમને જૂના દોસ્તો લાગતા હોય, તાત્કાલિક છોડી શકો તેમ ન હો તોપણ આ છોડવા જેવા છે એટલું તો જરૂર સ્વીકારજો.
ભગવાન જેવી વીતરાગતા મળે ન મળે પમ રાગ-દ્વેષની મંદતા તો આવવી જ જોઈએ. આ જ સાધનાનું ફળ છે. ગમા-અણગમાના પ્રસંગમાં મગજ સમતુલા ન ગુમાવે ત્યારે સમજવું રાગ-દ્વેષમાં કંઈક મંદતા આવી છે. ક્ષયોપશમ ભાવની નિત્ય વૃદ્ધિ થવી જોઈએ. આગળ-પાછળ જતો રહેતો મુસાફર મંઝિલે શી રીતે પહોંચે? મુંબઈથી અહીં તમે શી રીતે આવ્યા? થોડાક આગળ - થોડાક પાછળ ચાલતા રહો તો પહોંચો?
પગથિયાં ઉપકારી જરૂર છે, પણ તે કંઈ સાથે લઈને ઉપર ન જવાય. મન, વચન, કાયા સાધન છે. આત્મા પામવા તેમને કાંઈ સાથે ન લઈ શકાય. વિચારોને પણ આત્મઘટમાં આવવાની મનાઈ છે.
આ બધાં દ્વારા મોહને મારવો છે. મોહને ન મારો ત્યાં સુધી મને થોડી વાર સ્થિર થઈ ફરી ચંચળ બનશે. મોહગ્રસ્ત બનશે.
ખરેખર મનને નથી મારવાનું, મોહને મારવાનો છે.
પ્રભુની મુદ્રા જોઈને સ્વ-આત્મા યાદ આવે. ઓહ! મારું સાધ્ય આ છે ! મારું ભવિષ્ય છે. મારા વિકાસની પરાકાષ્ઠા આ છે. મારે ભગવાન બનવું છે. એક વાર આવી અંદરથી ઊંડી રુચિ પ્રગટે પછી બીજું બધું પોતાની મેળે થઈ પડે.
મારે તમને આ આપવું છે. ગ્રહણ કરશોને ? અનુકૂળતાનો રાગ બાધક છે
અનાદિકાળથી જીવ મોહાધીન છે. અનુકૂળ વિષયો ભોગવવા આસક્તિપૂર્વક આતુર છે. આસક્તિથી વધુ ને વધુ પુદ્ગલો (કર્મો) ચૌટે એરંડિયાનું તેલ લગાવી ધૂળમાં આળોટો શું થાય? આથી જ નિયાણાની ના પાડી છે. આસક્તિ વિના નિયાણું ના થાય.
શરીર એ હું છું પર કર્તુત્વને આવો ભાવ રહે ત્યાં સુધી કમ બંધાયા આરાધનાનો અભિગમ
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org