________________
વૃત્તિસંક્ષેપમાં : વધુ દ્રવ્યો ખાવાની ઇચ્છાનો. ૨સત્યાગમાં : વિગઈઓ ખાવાની ઇચ્છાનો
કાયાક્લેશમાં : સુખ શીલતાની ઇચ્છાનો
સંલીનતામાં શરીરને આમતેમ હલાવવાની ઇચ્છાનો નિરોધ થાય છે.
અત્યંત૨ તપ :
પ્રાયશ્ચિત્તમાં – દોષને છુપાવવાની ઇચ્છાનો નિરોધ
-
વિનયમાં : અક્કડ અહંકારી થઈને રહેવાની ઇચ્છાનો. વૈયાવચ્છમાં : સ્વાર્થીપણાની ઇચ્છાનો.
સ્વાધ્યાયમાં : નિંદા-કુથલીની ઇચ્છાનો.
ધ્યાનમાં મનની સ્વચ્છંદ વિચરણની ઇચ્છાનો.
કાયોત્સર્ગમાં : મન-વચન-કાયાની ચપળતાની ઇચ્છાનો નિરોધ થાય છે. સ્વાધ્યાય : ૧૨ પ્રકારમાં સ્વાધ્યાય જેવો તપ નથી.
ઘડિયાળમાં માત્ર કાંટાઓનું જ નહીં બાકીના બધા જ ભાગોનું મહત્ત્વ છે, એમ સાધનામાં પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે તમામ અંગોનું મહત્ત્વ છે. એકની પણ ઉપેક્ષા ન ચાલે. ગૌણતા કે પ્રધાનતા ચાલી શકે પણ ઉપેક્ષા ન ચાલી શકે.
સાપવાળા ખાડામાં બાળક પડી ગયું. માએ ખેંચીને બહાર કાઢ્યું, બાળકને ઉઝરડા પડ્યા, લોહી નીકળ્યું, રડવા લાગ્યું, માએ સારું કર્યું કે ખરાબ ? બાળક તે વખતે કદાચ કહેશે : માએ ખરાબ કર્યું. પણ બીજા કહેશે માએ સારું કર્યું, આમ જ કરવું જોઈએ. ગુરુ ઘણી વાર શિષ્યનો નિગ્રહ કરે તે આ રીતે તેને વધુ દોષથી બચાવવા. શિષ્યને ત્યારે ભલે ન સમજાય. પણ ગુરુના નિગ્રહમાં તેનું કલ્યાણ જ છુપાયેલું હોય છે. '
સંયમ ઢાલ છે, તપ તલવા૨ છે. કર્મોનાં હુમલા વખતે આ તલવાર અને ઢાલ સાથે રાખવાનાં છે, તેનો યોગ્ય ઉપયોગ કરવાનો છે.
યુદ્ધમેદાનમાં રજપૂતો કેસરિયા કરીને તૂટી પડે, તેનો એક જ નિર્ધાર હોય. કાં વિજ્ય મેળવીને આવીશ. કાં શહીદ બનીશ. કાયર નહિ બનું. સાધકનો પણ આવો જ નિર્ધાર હોય. તો જ કર્મ-શત્રુ પર જીત મળી શકે. 2. સમ્યગ્ જ્ઞાન, સમ્યગદર્શન, સમ્યગ્ ચારિત્રની શુદ્ધ આરાધના એ જ આરાધનાનો અભિગમ
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org