________________
નિર્મળ બની જાય. મનના સરોવરમાં શ્રદ્ધાનો મણિ મૂકો તો તે નિર્મળ બન્યા વિના નહિ રહે.
આપણે બધા આરોપ સુખથી ટેવાયેલા છીએ. શરીર આત્મા ન હોવા છતાં તેમાં આત્માનો આરોપ કરીએ છીએ. સુખ ન હોવા છતાં સુખનો આરોપ કરીએ છીએ. સુખનો આરોપ એટલે જ સુખની ભ્રમણા! ભગવાનની કૃપા વિના આ ભ્રમ ટળતો નથી.
આપણે ઇચ્છાઓ પૂર્ણ કરવા મથીએ છીએ, પણ જ્ઞાનીઓ કહે છે. ઈચ્છાઓને નષ્ટ કરો. એમાં તમારે કશું જ ગુમાવવાનું નથી, સિવાય કે તમારું દુખ ! ભેદજ્ઞાન
શરીરની સુવિધા, અનુકૂળતા વગેરેની જેટલી વિચારણા કરીએ છીએ, એ માટે જેટલું બોલીએ છીએ, તેના કરતાં હજારમા ભાગની વાત પણ આત્મા માટે આપણે કદી કરીએ છીએ ખરા?
ઉપા. યશોવિજયજી મ. કહે છે : દેહ આત્માનો અભેદ તો દર ભવમાં મળે છે, પણ ભેદજ્ઞાન ક્રોડો જન્મોમાં પણ દુર્લભ છે.
આપણામાં આઠેય કર્યો છે એ શું કામ કરે છે? નવરા તો બેસે નહિ. એમનું કામ છે આપણા આઠેય ગુણોને રોકવાનું! આપણે કમને તો યાદ રાખ્યા, પણ ગુણોને ભૂલી ગયા. કર્મો ગણતા રહ્યા, પણ ગુણ અંદર પડેલા છે, તે ભૂલી ગયા.
આપણું સ્વરૂપ તો ઉપયોગમય છે. જ્યાં જ્યાં ઉપયોગ ત્યાં ત્યાં આત્મા ! જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં ઉપયોગ! ઉપયોગ અને આત્મા અભિન છે, બન્નેની અભિન્ન વ્યાપ્તિ છે જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય પણ આગ હોય ત્યાં ધુમાડો ન પણ હોય પણ અહીં એવું નથી. બન્ને એકબીજા વિના હોઈ જ ન શકે.
જે દુઃખને સહન કરવાથી કર્મની નિર્જરા થાય, આત્માની શુદ્ધિ થાય, આત્માનંદની ઝલક મળે, એ દુઃખને દુખને શી રીતે કહેવાય ? આત્મભાવ અને પરભાવનો ભેદ સમજાય પરંતુ એકત્વ ટળે. આત્મજ્ઞાન સ્વરૂપે રહી શેયને જાણે તેવું અદ્ભુત ભેદજ્ઞાન છે.
આત્મસ્વરૂપનું ઔપચ્ચે
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org