________________
- -
.
.
.
.
.
આરાધનાનો અભિગમ
ભગવાન તો કૃતકૃત્ય છે. આપણે કંઈ કરીએ કે ન કરીએ, એમનું કાંઈ બનતું કે બગડતું નથી. પણ આપણા માટે નિષ્ક્રિય રહેવું મોટો ખતરો છે. આપણે સંસારમાં ટીચાઈ રહેલા છીએ. એટલે જ “અનવસ્થાના આ દુષ્યક્રને આપણે જ તોડવું પડશે. આપણા તરફથી પહેલ થવી જોઈએ. આત્મદર્શનના બોધનું મૂળ
આત્માના સહજ સ્વરૂપને પામવા જૈનદર્શને ખૂબ જ વિસ્તારથી બતાવ્યું
જ્ઞાન-ક્રિયા, રત્નત્રયી, દાનાદિ-૪, અહિંસાદિ-૩ (અહિંસા, સંયમ, ત૫) એ બધા મોક્ષમાર્ગો છે. બધા જ સાચા માર્ગો છે. એક માર્ગની આરાધનામાં બીજી આરાધનાનો સમાવેશ થઈ જ જાય છે. પ્રકારો જુદા લાગશે. વસ્તુ એક જ છે. દૂધમાંથી કેટલી અલગ અલગ મીઠાઈઓ બને! પણ મૂળ વસ્તુ એક જ ને? તેમ અહીં પણ મૂળ વસ્તુ એક જ! ત્યાં ભૂખ મટાડવી તે લક્ષ્ય તેમ અહીં વિષય-કષાય મટે, આત્મગુણો વિકસે એ જ લક્ષ્ય.
ઇચ્છા વૈધન તપ નમો. તપને ઓળખવો શી રીતે ? ઈચ્છાનો નિરોધ કરવો તે જ તપ ! તપની આ સંક્ષિપ્ત વ્યાખ્યા સદા યાદ રાખવી. ઉપવાસ કર્યો, પણ આખી રાત દૂધરાબડી યાદ આવ્યાં તો દ્રવ્ય ઉપવાસ થયો. ઇચ્છા નિરોધ ન થયો. અનશનાદિ બાહ્ય તપોમાં બાહ્ય ઇચ્છાઓનો નિરોધ છે. અત્યંતર તપમાં અંદરની ઇચ્છાનો નિરોધ છે.
અનશનમાં : ખાવાની ઈચ્છાનો ઉણોદરીમાં: વધુ ખાવાની ઇચ્છાનો.
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org