________________
થાય તો શાસનની ભયંકર અપભ્રાજના થાય. આજ-કાલ તો છાપાંનો જમાનો ! પહેલાં પણ આવા બનાવો બનતા, પણ છાપે ન. ચડતાં, એવા બનાવો ઘરમાં નથી બનતા ? આજે છાપે ચડવાથી ભયંકર અપભ્રાજનાના પ્રસંગો બન્યા છે.
મોહનીય કર્મ તમને તમારી જાત જણાવવા દેતો નથી તો ભગવાનને ક્યાંથી જાણવા દે !
સાધના વીતરાગતા માટે કરવાની છે. સર્વજ્ઞતા માટે નહિ. સર્વશતા તો વીતરાગતા માટેનું ઇનામ છે ! જે આત્મા વીતરાગ બને એના કંઠે સર્વજ્ઞતા, ફૂલની માળા થઈને પડે. અહંકારનું વિલીનીકરણ જ સમર્પણની અનિવાર્ય પૂર્વ શરત છે. એ વિના ગમે તેટલા તમે બરાડા પાડો, તમારી ભક્તિ મંજૂર નહિ બને એ માત્ર અહંકારની કસરત બની રહેશે.
અને સાચું કહું ? પ્રભુ મળ્યા પછી જ તમે સાચા અર્થમાં બ્રહ્મચર્ય પાળી શકો છો. પ્રભુનો રસ તમને એવો મધુર લાગે કે જેની આગળ કંચન – કામિની આદિ દરેક પદાર્થ તમને રસહીન લાગે. એક પ્રભુ જ માત્ર તમને રસેશ્વર લાગે, રસાધિરાજ લાગે. ઉપનિષદોમાં કહ્યું છે : ‘રસો મૈં સ:’ આપણો આત્મા રસમય છે. એને પ્રભુમાં ૨સ નહિ લાગે તો સંસારમાં રસ લેવા પ્રયત્ન કરવાનો જ છે. આપણી ચેતનાને પ્રભુના રસથી રસાયેલી કરવી, એ જ આ જીવનનો સા૨ છે. આપણા જીવનની કરુણતા તો જુઓ ! એક માત્ર પ્રભુના રસ સિવાય બીજા બધા જ ૨સો ભરપૂર છે !
અહીં (સાધુપણામાં) આવ્યા પછી પણ આત્માના આનંદની રુકાવટનાં ઘણાં પરિબળો છે. હું વિદ્વાન છું. મારા અનેક ભક્તો છે. મારા અનેક શિષ્યો છે. મારું સમાજમાં નામ છે. સમાજમાં ફેલાઈ જવાની આવી મહત્ત્વાકાંક્ષા સાધનાને અટકાવે છે. સાધના અટકે એટલે આત્માના આનંદમાં રુકાવટ આવી જ સમજો.
જીવનજરૂરિયાતની મુખ્ય ચીજો ત્રણ છે : હવા, પાણી અને ખોરાક. આધ્યાત્મિક જીવનની મુખ્ય છ ચીજો છે.
સામાયિક, ચઉવિસત્થો, વાંદણા, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને
પચ્ચક્ખાણ.
આરાધનાનો અભિગમ
Jain Education International
For Private & Personal Use Only
૨૧
www.jainelibrary.org