________________
આત્મામાં છે. તેની શક્તિઓ અનંત છે. ચૈતન્યનું લક્ષણ જ જ્ઞાનસ્વરૂપ છે. આત્માને જ્ઞાનસ્વરૂપ માનતા નથી. દેહાદિ સ્વરૂપ માનીને અનાદિકાળથી ભૂલ ખાતા આવ્યા છીએ. પણ આ જન્મમાં એ માન્યતાને મૂકી સાચા પુરુષાર્થમાં લાગી જઈએ તો કામ થઈ જાય.
ભવ્યાત્મન ! ભોજનના ષડરસ પૌગલિક પદાર્થો જીલ્લાના સ્પર્શ વડે સુખાભાસ ઉત્પન્ન કરે છે. કંઠ નીચે ઊતરી ગયા પછી તેનો સ્વાદ ચાલ્યો જાય છે. જ્યારે આત્મામાં રહેલો સ્વયે શાંતરસ સર્વદા સુખ આપનારો છે. તેમાં પૌગલિક પદાર્થોની જરૂર રહેતી નથી. તે આત્મામાં છુપાયેલો છે. આત્મા વડે જ પ્રગટ થાય છે.
સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલું વર્ષનું પાણી મોતી બને, તેમ માનવના જીવનમાં પ્રભુનાં વચન પડે અને તે પરિણામ પામે તો અમૃત બને. અર્થાત્ આત્મા પરમાત્મા સ્વરૂપે પ્રગટ થાય. પરંતુ સંસારી જીવ અનેક પૌગલિક પદાર્થોમાં આસક્ત છે. તેને આ વચન ક્યાંથી શીતળતા આપે? અગ્નિની ઉષ્ણતામાં શીતળતાનો અનુભવ ક્યાંથી થાય ? જીવ મનને આધીન હોય ત્યાં શીતળતા ક્યાંથી મળે?
સમગ્ર જીવ રાશી સાથે ક્ષમાપના થાય તો જ મન સાચા અર્થમાં શાંત બને. કોઈનું પણ અપમાન કરીને તમે નિશ્ચલ ધ્યાન કરી શકો નહિ. સમગ્ર જીવો ભગવાનનો પરિવાર છે. એક પણ જીવનું અપમાન કરશો તો પરમ પિતા ભગવાન ખુશ નહિ થાય. સિદ્ધત્વનું પ્રગટીકરણ શું છે?
અંદર બેઠેલો સિદ્ધસ્વરૂપી આત્મા જાગેલો ન હોય ત્યાં સુધી સિદ્ધગિરિરાજની સ્પર્શનાનો અનુભવ નહિ થાય. જો એમ થતું હોત તો ડોલીવાળાઓનું સૌ પ્રથમ કામ થઈ જાય. સંગ્રહનયથી સિદ્ધત્વ અંદર પડેલું છે એટલી જાણ થાય તેથી હતાશા ખરી જાય, એટલું જ લેવાનું છે, આળસુ નથી બનવાનું, હું સિદ્ધ જ છું. પછી સાધનાની જરૂર શી? એમ માનીને બેસી નથી રહેવાનું.
સંગ્રહનયથી સિદ્ધ છીએ, એટલું જાણીને બેસી નથી રહેવાનું, પણ એવંભૂત નયથી સિદ્ધ બનવાની ભાવના રાખવાની છે. ઘાસ ગાય ખાય, દૂધ આપે, પછી ઘી બને, તેમ અહીં પણ ખૂબ ખૂબ સાધના પછી સિદ્ધત્વ
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org