________________
લીધું છે તો પરમાત્મા છીએ.
આત્માનુભૂતિને પ્રગટાવવા માટે કથંચિત ત્રણ વસ્તુ જોઈએ ૧. શાસ્ત્ર ૨. મિથ્યાત્વનો ધ્વંસ. ૩. કષાયની અલ્પતા.
બાહ્ય ઝાકઝમાળ અને મોટાઈ માટે જ જો આપણે ગુણો જોઈતા હોય તો આપણી વચ્ચે અને અભવ્ય વચ્ચે કશો ફરક નથી.
' ગુણોના આવિર્ભાવની નિશાની આનંદનો અનુભવ છે. સંકલેશ દુર્ગુણોની નિશાની. બાહ્ય પદાર્થ સંપત્તિની પ્રાપ્તિમાં થતો ‘આનંદ’ આનંદ નથી. પણ મોહરાજાની લોભામણી જાળ છે. રસ, ઋદ્ધિ કે સાતાગારવની એ જાળ છે. એમાં આસક્ત થઈને કેટલાય મહાત્માઓ અવગતિ પામ્યા છે. શાસન સેવાને બદલે જો આપણે સ્વભક્તિમાં એને ફેરવી દઈએ તો મોહરાજાની ચાલમાં ફસાઈ ગયા છીએ એમ જાણવું.
“પરમાત્મા તો પરબ્રહ્મ સ્વરૂપ છે જ, પણ અમે તો એમના વચનમાં પણ પરબ્રહ્મની ઝલક અનુભવીએ છીએ.” એમ શ્રી યશોવિજયજી ખુમારીપૂર્વક કહે છે. આ અભિમાન નથી, અનુભવની ઝલકથી ઉત્પન્ન થતી ખુમારી છે. ઉપાદાન અને અવલંબનઃ
આપણો આત્મા ઉપાદાન કારણ જરૂર છે, પણ પુષ્ટાલંબન તો ભગવાન જ છે. એ ઉપાદાન કારણમાં કારણતા પ્રગટાવનાર ભગવાનની જ સેવા છે. જે કારણ સ્વયં જ કાર્ય બની જાય તે ઉપાદાન કારણ કહેવાય. દા.ત. માટી સ્વયં જ ઘડો બની જાય છે, માટે માટી ઘડા માટે ઉપાદાન કારણ છે. જીવ પોતે જ શિવ બની જાય છે, માટે જીવ ઉપાદાન કારણ છે.
ભગવાનમાં પણ પુષ્ટ કારણતા ત્યારે જ પ્રગટે જ્યારે જીવમાં ઉપાદાન કારણ પ્રગટે. બને સાપેક્ષ છે.
અભવ્ય જીવ નિશ્ચયથી ઉપાદાન કારણ જરૂર છે, પણ એમાં ઉપાદાન કારણતા કદી પ્રગટે નહિ. તેવી પાત્રતા નથી માટે જ ભગવાનમાં તેના માટે કદી પણ પુષ્ટ નિમિત્તતા પ્રગટે નહિ. તેથી નિમિત્તને ત્યજી દેવાનું નથી.
3 આત્માની મુખ્ય બે શક્તિઓ છે. જ્ઞપ્તિ-શક્તિ અને વીર્ય-શક્તિ. સ્વાધ્યાય વગેરેથી જ્ઞપ્તિ શક્તિ અને ક્રિયા વગેરે દ્વારા વિર્યશક્તિ વધે છે. ઘણા એવા આળસુ હોય કે શરીરને જરાય તકલીફ ન આપે ને ધ્યાનની ઊંચી ૧૦.
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org