________________
જિનમાર્ગનું જતન અનેક જૈન સ્થાપત્યો વગેરેનો નિર્દેશ કરી શકાય. વળી ભારતીય ઇતિહાસની કાળગણનાને કડીબદ્ધ અને વ્યવસ્થિત કરવામાં જૈન સાહિત્ય ખૂબ-ખૂબ મદદગાર બન્યું છે અને હજુ પણ વધુ બની શકે એમ છે. આ દષ્ટિએ વિદ્વાનો જૈન સંસ્કૃતિનું મૂલ્યાંકન કરવા લાગ્યાં પણ છે.
ઓક્ટોબર ૧૯૫૧ના પહેલા અઠવાડિયામાં લખનૌ મુકામે મળેલ ઓલ-ઇન્ડિયા ઑરિયેન્ટલ કૉન્ફરન્સના ઇતિહાસ-વિભાગના અધ્યક્ષ તરીકે ડૉ. બી. સી. એચ. છાબડાએ આપેલ ભાષણમાં ઇતિહાસની દષ્ટિએ જૈન સાહિત્યની મહત્તા અને ઉપયોગિતાનું સૂચન કરતાં ઉચ્ચારેલા નીચેના શબ્દો જૈનોએ અને ખાસ કરીને જૈન સાહિત્ય પ્રત્યે ઉદાસીનતા ધરાવતા જૈનેતર વિદ્વાનોએ ધ્યાનમાં લેવા જેવા છે :
બીજી બાજુ જૈન સાહિત્યે આવું (વૈદિક અને બૌદ્ધ સાહિત્ય જેટલું) આકર્ષણ (એ સમયમાં) ઊભું કર્યું ન હતું, અને તેથી એ અમુક અંશે વિસ્મૃતિમાં જ રહ્યું. ફક્ત થોડાંક વર્ષો પહેલાં જ વિદ્વાનોનું એ તરફ કંઈક ધ્યાન ગયું. અને હવે તેઓને એનું એક માતબર ઐતિહાસિક સાધન તરીકેનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે. એ નિશ્ચિત હકીકત છે, કે જૈન સાહિત્ય કદાચ બૌદ્ધ સાહિત્યથી વધુ વિપુલ ન હોય, તો પણ તેના જેટલું વિપુલ તો છે જ. એમાં સમાયેલ ઐતિહાસિક માહિતી વધારે આધારભૂત પ્રકારની માનવામાં આવે છે, અને એ આપણા અત્યારના જ્ઞાનમાં ભારે ઉમેરો કરશે એવી આશા રાખવામાં આવે છે. આ ક્ષેત્રમાં કામ કરનારા વધુ ને વધુ સેવકોની જરૂર છે.”
શ્રી ડૉ. છાબડા મહોદય આ શબ્દોમાં જૈન સાહિત્યનું જે મૂલ્યાંકન કરે છે તે હર્ષ ઉપજાવે એવું છે. તેઓએ આપણું તેમ જ બધા વિદ્વાનોનું આ તરફ પહેલવહેલું ધ્યાન દોર્યું છે એમ નથી; છતાં જેને સમાજને પોતાને પોતાના સાહિત્યનું મહત્ત્વ સમજાય તે માટે અને જેનેતર વિદ્વાનોની જૈન સાહિત્ય પ્રત્યેની ઉદાસીનતા દૂર થાય એ માટે આ વાત જેટલી વાર ઉચ્ચારવામાં આવે તેટલી થોડી છે.
પણ ભારતીય ઇતિહાસની દૃષ્ટિએ જેને સંસ્કૃતિનો બીજી રીતે વિચાર કરવાની પણ ખાસ જરૂર છે; તે તરફ હજુ આપણા ઇતિહાસવિદોનું જોઈએ તેટલું ધ્યાન દોરાવું બાકી છે. આ બાબત તે ભારતીય ઇતિહાસના આલેખનમાં જૈનધર્મના ઇતિહાસને યથાયોગ્ય સ્થાન. આ કામ હજુ જોઈએ તે પ્રમાણમાં હાથ ધરવામાં નથી આવતું. પરિણામે, કાં તો જૈનધર્મનું ચિત્રણ જ રહી જાય છે, અથવા અધૂરું કે વિકૃત બની બેસે છે.
આમ, ભારતીય ઇતિહાસના સર્જનમાં જૈન સંસ્કૃતિનું જે અંગ જેટલે અંશે ઉપયોગી થતું લાગતું હોય તેટલે અંશે તેનો લાભ લઈ લેવામાં આવતો હોવા છતાં,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org