________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો
(૧) ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ અને જૈન સંસ્કૃતિ
ઇતિહાસ એક અજબ આરસી છે; એમાં ભૂતકાળની ઘટનાઓનું પ્રતિબિંબ નિહાળવા મળે છે. એ આરસી જો સ્વચ્છ, તો એ પ્રતિબિંબ પણ નિર્મળ; એ આરસી જો દૂષિત, તો ભૂતકાળનું પ્રતિબિંબ પણ દૂષિત જ રહેવાનું.
ભારતના સાંસ્કૃતિક ઇતિહાસની આરસીમાં, તેના એક મહત્ત્વના અંગરૂપ જૈન સંસ્કૃતિનું યથાસ્થિત પ્રતિબિંબ નથી પડતું એ હકીકતને માટે દોષપાત્ર કોણ – એનો વિચાર બાજુએ રાખીએ, તો પણ એટલું તો જરૂર કહી શકાય એમ છે કે ભારતીય ઇતિહાસના આલેખન વખતે જૈન સંસ્કૃતિને ઠીક-ઠીક પ્રમાણમાં વિસારી દેવામાં આવી છે; એટલું જ નહીં, એને વિકૃત રૂપે પણ રજૂ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આમ છતાં એ એક હર્ષ ઉપજાવે એવી બીના છે, કે ભારતીય અને પરદેશી વિદ્વાનોને પણ જૈન સંસ્કૃતિનું મહત્ત્વ વધુ ને વધુ સમજાવા લાગ્યું છે, અને એક યા બીજા રૂપે તેઓ ભારતીય ઇતિહાસમાં એનું મહત્ત્વ સ્વીકારવા લાગ્યા છે. આના પરિણામે, જ્યારે પણ ભારતીય ઇતિહાસનું આલેખન કરવું હોય ત્યારે જૈનધર્મ તરફ ધ્યાન ગયા વગર રહેતું નથી.
આની પૂર્વભૂમિકારૂપે તટસ્થભાવે જૈન સાહિત્યનું અને જૈન ઇતિહાસનું તલસ્પર્શી અવલોકન, અધ્યયન, વિવેચન કરવાની જરૂર છે. એમ થાય તો જ ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં જૈન સંસ્કૃતિએ કેટલો મહત્ત્વનો ફાળો નોંધાવ્યો છે એનો ચોક્કસ ખ્યાલ આવી શકે.
ભારતીય ઇતિહાસની દષ્ટિએ જૈન સંસ્કૃતિનો વિચાર કરવામાં આવે તો તેમાં બે રીતે વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે: પહેલું પાસું છે ભારતીય ઇતિહાસના જુદાજુદા અંકોડાઓને જોડીને એમાંથી એક અખંડ શૃંખલા ઘડી કાઢવામાં જૈન સંસ્કૃતિનું કયું-કયું અંગ કેટકેટલી મહત્ત્વની ને ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. આવી સામગ્રી પૂરી પાડનારાં સાધનો તરીકે આગમિક તેમ જ બીજું જૈન સાહિત્ય, ઠેર-ઠેર મળી આવતા શિલાલેખો તેમ જ પ્રતિમાલેખો, પ્રાચીનમાં પ્રાચીનથી આરંભીને અર્વાચીનમાં અર્વાચીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org