________________
ગુણવિકાસ : મૈત્રીવિસ્તારનો રાજમાર્ગ
જો આપણે એમ ઇચ્છીએ કે કોઈ કોઈની ચોરી ન કરે, તો સાથે સાથે આપણે એમ પણ ઇચ્છવું જોઈએ કે કોઈ પરિગ્રહી અર્થાત્ સંગ્રહશીલ ન થાય. અમુક વ્યક્તિઓને ખૂબ સંગ્રહખોર બનવાની રજા આપીને સમાજમાં કોઈ ચોર રહેવા ન પામે એમ આપણે કેવી રીતે ઇચ્છી શકીએ ? ખરી રીતે સમાજમાં વધતી જતી ચોરીનું મૂળ સમાજમાં વધી ગયેલી સંગ્રહખોરીનું જ દુષ્પરિણામ છે એ આપણે ભૂલી જઈએ છીએ.”
“જનસમૂહનાં મોટા ભાગનું વલણ ભક્તિ-અભિમુખ વધારે જોવા મળે છે. પણ જો ભક્તિયોગની ચરિતાર્થતા સમર્પણની ભાવનામાં અને એની વિશુદ્ધિ સારાસારનો વિવેક કરીને આગળ વધવામાં રહેલી છે એ પાયાની વાત ખ્યાલમાં લેવામાં આવે, તો ભક્તિયોગને વધારે પડતો સહેલો માની લેતાં આપણે જરૂર વિચાર કરીએ – આ પાયાની વાત તરફ ભાગ્યે જ ધ્યાન આપવામાં આવે છે; ને તેથી ભક્તિમાર્ગને સહેલો જ માનીને તેમાં ઘેલછા, અંધતા, રાગદષ્ટિ જેવાં અનિચ્છનીય તત્ત્વો પોષવામાં આવે છે.” * *
* માણસ પોતે સામાજિક પ્રાણી હોઈ એને સામાન્યતઃ જનસમૂહમાં જ રહેવું ગમે છે. પોતાની આસપાસ જો સમાજ ન હોય, તો માનવીને સુંદર પહેરવું, શણગાર કરવો, ધન ભેગું કરવું વગેરે કશું ગમે જ નહીં. એટલે સમાજ એ માનવીના જીવનનું પ્રેરણાબળ છે એમ કહી શકાય. અને જ્યાંથી પોતાને પ્રેરણાબળ મળતું હોય, તેને જરા પણ હાનિ ન પહોંચે એ રીતે વર્તવું એ માનવીની પવિત્ર ફરજ બની જાય છે.”
(લેખકશ્રીનાં વેધક વિશ્લેષણોની પ્રસાદી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org