________________
એ જ પરમઆત્મા બને છે–એ સંદેશ જગતને ભેટ આપે હતું, અને એ સદેશના વ્યવસ્થિત પ્રસારણ તથા આચરણ માટે ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરી હતી, અને ધર્મદેશના આપી હતી. અનેક જાતની મલિનતાને કારણે પામર બનેલે અલ્પ આત્મા જ એ બધા મળીને દૂર કરીને પરમ-આત્મા બની શકે છે, એ પરમાત્મા જ સાચો પરમેશ્વર છે, અને એ સિવાય બીજા, જુદા, આપણું કે વિશ્વનું સર્જન કરનારા તથા એને ન્યાય તળનારા ઈશ્વર કે પરમેશ્વરનું અસ્તિત્વ નથી, આ અભિનવ અને મૌલિક વિચાર માનવજાતને માટે પ્રેરણાના તરૂપ અને આશાના મિનારારૂપ બની ગયું અને એમાંથી એને આત્મશુદ્ધિ કે આત્મસાક્ષાત્કાર માટે પુરુષાર્થ કરવાનું બળ મળ્યું
આ પુસ્તકમાં સંકલિત કરવામાં આવેલા અને શ્રી જિનેશ્વરનો મહિમા સમજાવતા શ્રીમદ્ રાજચંદ્રના ઉદ્ગારમાં જિજ્ઞાસુઓને તીર્થકર ભગવાનની સર્વદેશીય વિશેષતાઓ વર્ણવાયેલી જોવા-જાણવા મળશે. જિનેશ્વરની સાધના, એમની અપૂર્વસિદ્ધિ, એમની વાણી, એમની ધમ દેશના, એમનો પ્રભાવ, એમણે પ્રરૂપે દર્શન તથા ધર્મ, એમની પ્રતિમા અને પ્રતિમાની પૂજા–ભક્તિ, એમના ઉપરની દ્રઢ શ્રદ્ધા-આસ્થા, એમનાં આગમશાસ્ત્રો, એમણે અપનાવેલ નયવાદ અને અનેકાંતવાદની પદ્ધતિ, એમનું સ્વરૂપ વગેરે તીર્થંકરદેવ સંબંધી બધી બાબતોનું, કેઈનું સંક્ષેપમાં તે કેઈનું વિસ્તારથી કરવામાં આવેલું વર્ણન આ પુસ્તકમાં સંગ્રહીત કરવામાં આવેલું છે. શ્રીમદે સરળ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org