________________
જિનાગમ સ્તુતિ
૩૫
વિષે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિષે અગ્નિ સત્તાપણે છે, તે પ્રકારે. દીવાને વિષે અને ચકમકને વિષે જે અગ્નિ છે તે અગ્નિપણે સમ છે. વ્યક્તિપણે ( પ્રગટતા ) અને શક્તિ (સત્તામાં) પણે ભેદ છે, પણ વસ્તુની જાતિપણે ભેદ નથી, તે પ્રકારે સિદ્ધના જીવને વિષે જે ચેતનસત્તા છે તે જ સૌ સ`સારી જીવને વિષે છે. ભેદ માત્ર પ્રગટ અપ્રગટપણાના છે. જેને તે ચેતનસત્તા પ્રગટી નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાને હેતુ, પ્રગટસત્તા જેને વિષે છે એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ, તે વિચારવા ચેાગ્ય છે, ધ્યાન કરવા ચેાગ્ય છે, સ્તુતિ કરવા યાગ્ય છે, કેમકે તેથી આત્માને નિજસ્વરૂપના વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાને પ્રકાર થાય છે કે જે વ્ય છે. સિદ્ધસ્વરૂપ જેવું આત્મસ્વરૂપ છે. એવું વિચારીને અને આ આત્માને વિષે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેને અભાવ કરવા તે સિદ્ધસ્વરૂપને વિચાર, ધ્યાન તથા સ્તુતિ ઘટે છે.
પ્રાપ્તપરિષહમાં ધીરજ ક બ્ય
મહાત્મા શ્રી તીર્થંકરે નિગ્રંથને પ્રાપ્તપરિષ સહન કરવાની ફરી ફરી ભલામણુ આપી છે. તે પરિષહુનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાન પરિષદ્ધ અને દર્શન પરિષદ્ધ એવા બે પરિષ પ્રતિપાદન કર્યાં છે, કે કેાઈ ઉદયયાગનુ બળવાનપ હાય અને સત્સંગ, સત્પુરુષના યાગ થયા છતાં જીવને અજ્ઞાનનાં
Jain Educationa International
પાનું ૪૬૫
પત્રાંક નં ૫૯
For Personal and Private Use Only
www.jainelibrary.org