________________
૧૮૨
શ્રી જિનેશ્વર મહિમા
કરીને મન, વચન, કાયાના પાપભાવને રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે.
પાનું ૬૭ વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. સાઠ ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે. અસંખ્યાતા દિવસથી ભરેલાં અનંતાં કાળચક વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે.
પાનું ૬૯ સાઠ ઘડીના વખતમાંથી બે ઘડી અવશ્ય બચાવી સામાયિક તે સદ્દભાવથી કરવું.
પાનું ૬૯ પ્રતિક્રમણનું મહત્વ પ્રતિકમણ એટલે સામું જવું–સ્મરણ કરી જવુંફરીથી જેઈ જવું એમ એને અર્થ થઈ શકે છે. જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવા બેઠા તે વખતની અગાઉ તે દિવસે જે જે દોષ થયા છે તે એક પછી એક જોઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરે કે દેષનું સમરણ કરી જવું વગેરે સામાન્ય અર્થ પણ છે.
ઉત્તમ મુનિઓ અને ભાવિક શ્રાવકે સંધ્યાકાળે અને રાત્રિના પાછળના ભાગમાં દિવસે અને રાત્રે એમ અનુક્રમે થયેલા દેષને પશ્ચાત્તાપ કે ક્ષમાપના ઇછે છે, એનું નામ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org