________________
જૈન દર્શનનું મહાભ્ય
૧૯૭
બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. વેદમાં જેટલું જ્ઞાન કહયું છે તેથી સહસ્રગણું આશયવાળું જ્ઞાન શ્રી તીર્થકરાદિ મહાત્માઓએ કહયું છે એમ મારા અનુભવમાં આવે છે, અને તેથી હું એમ જાણું છું કે, અપ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઈ શકે નહીં, એમ હાવાથી વેદમાંથી સર્વની ઉત્પત્તિ કહેવી ઘટતી નથી. વૈષ્ણવાદિ સંપ્રદાયની ઉત્પત્તિ તેના આશયથી માનતાં અડચણ નથી. જૈન, બૌદ્ધના છેલા મહાવીરાદિ મહાત્માઓ થયા પહેલાં, વેદ હતા એમ જણાય છે, તેમ તે ઘણું પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે, તથાપિ જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હોય એમ કહી શકાય નહીં. અને પાછળથી ઉત્પન્ન થાય તે સંપૂર્ણ અને અસત્ય હોય એમ પણ કહી શકાય નહીં. બાકી વેદ જેવો અભિપ્રાય અને જૈન જેવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. સર્વ ભાવ અનાદિ છે માત્ર રૂપાંતર થાય છે. કેવળ ઉત્પત્તિ કે કેવળ નાશ થતું નથી. વેદ, જૈન અને બીજા સૌના અભિપ્રાય અનાદિ છે, એમ માનવામાં અડચણ નથી ત્યાં પછી વિવાદ શાને રહે? તથાપિ એ સૌમાં વિશેષ બળવાન, સત્ય અભિપ્રાય કોને કહેવા યોગ્ય છે, તે વિચારવું એ અમને તમને સૌને છે.
પાનું ૪૮૪ પત્રાંક નં. ૫૩૦
(મહાત્મા ગાંધીજીના શ્રીમદ્દ પરના ૨૭ પ્રશ્નોના જવાબમાંથી)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org