Book Title: Jineshvar Mahima
Author(s): Jayantilal P Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 243
________________ ક્ષમાપની હે ભગવાન! હું બહ ભૂલી ગયે, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્વને મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ, રઝળે અને અનંત સંસારની વિટંબનામાં પડ છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કમરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલા તત્ત્વ વિના મારો મેક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું. અજ્ઞાનથી અંધ થયે છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણું ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હુ તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપને હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઉડે ઉતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કાર મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશી, અને ક્યપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્વની શંકા ન થાય, તમારા કહેલાં રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કમજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.– શાંતિઃ શાંતિઃ શાંતિઃ પાનું ૮૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250