________________
જૈન દર્શનનું માહાભ્ય
૨૦૧
આબતમાં જેનથી ચઢે છે? આમ જ્યારે મમ સ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કંઈ સાધન રહે નહીં. જે સત્પરુના વચનામૃત અને ગબળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે, તે પુરુષે કરતાં જે પુરુષે શૃંગારમાં રાચ્ચા પડયા છે, સામાન્ય તત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેને આચાર પણ પૂર્ણ નથી તેને ચઢતા કહેવા પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્યસ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, પરમામસ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહાળતાનું સૂચવન કરે છે ! પરંતુ જગત મેહાંધ છે, મતભેદ છે ત્યાં અંધારું છે, મમત્વ કે રાગ છે ત્યાં સત્યતત્ત્વ નથી એ વાત આપણે શા માટે ન વિચારવી?
હું એક મુખ્ય વાત તમને કહું છું કે જે મમત્વરહિતની અને ન્યાયની છે. તે એ છે કે ગમે તે દર્શનને તમે માને. ગમે તે પછી તમારી દ્રષ્ટિમાં આવે તેમ જેનને કહે, સર્વ દશનનાં શાસ્ત્રતત્વને જુઓ, તેમ જનતત્ત્વને પણ જુઓ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે એગ્ય લાગે તે અંગીકાર કરો. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરે પણ તત્વને વિચારે.
પાનું ૧૧૪-૧૧૫ મેક્ષમાળા પાઠ ૯૭–૯૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org