________________
૨૦૦
-
-
શ્રી જિનેશ્વર મહિમા મારવાની એને શી અવશ્ય હતી? એક તે જાણે એ પ્રકારે વિચાર અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જૈનદર્શન પ્રર્વતકને એનાથી કંઈ દ્વેષ હતે? એ જગકર્તા હોત તે એમ કહેવાથી એઓના લાભને કંઈ હાનિ પહોંચતી હતી! જગત્કર્તા નથી. જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી? આવા અનેક વિચારે વિચારતાં જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમ જ તે પવિત્ર પુરુષેએ કહ્યું છે. એમાં ભિન્નભાવ કહેવા એમને લેશમાત્ર પ્રયોજન નહતું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને આખા જગતના વિચારે જેણે સર્વ ભેદે કહ્યા છે, તેવા પુરુષનાં પવિત્ર દશનને નાસ્તિક કહેનારા કઈ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે !
જે ન્યાયથી જય મેળવી શકતા નથી તે પછી ગાળે ભાડે છે, તેમ પવિત્ર જૈનના અખંડ તત્ત્વસિદ્ધાંતે, શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તેડી ન શક્યા, ત્યારે પછી “જૈન નાસ્તિક હૈ, સો ચાર્વાકમૅસે ઉત્પન્ન હુઆ હૈ” એમ કહેવા માંડયું. પણ એ સ્થળે કેઈ પ્રશ્ન કરે કે, મહારાજ! એ વિવેચન તમે પછી કરે. એવા શબ્દો કહેવામાં કંઈ વખત, વિવેક કે જ્ઞાન જોઈતું નથી, પણ આને ઉત્તર આપે કે જેન વેદથી કઈ વસ્તુમાં ઉતરતા છે; એનું જ્ઞાન, એને બેધ, એનું રહસ્ય અને એનું સલ્ફીલ કેવું છે તે એક વાર કહે ! આપના વેદ વિચારે કઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org