________________
૧૯૮
શ્રી જિનેશ્વર મહિમા જૈન દર્શનને નાસ્તિક કોણે કહ્યું?
છતાં મને બહુ આશ્ચર્ય લાગે છે કે કેવળ શુદ્ધ પરમાત્મતત્વને પામેલા, સકળ દૂષણ રહિત, મૃષા કહેવાનું જેને કંઈ નિમિત્ત નથી એવા પુરુષના કહેલા પવિત્ર દર્શનને પિતે તે જાણ્યું નહીં, પિતાના આત્માનું હિત તે કર્યું નહીં, પણ અવિવેકથી મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ અને પવિત્ર દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે? યદિ હું સમજું છું કે એ કહેનારા એનાં તત્ત્વને જાણતા નહોતા. વળી એના તત્વને જાણવાથી પિતાની શ્રદ્ધા ફરશે, ત્યારે કે પછી પિતાના આગળ કહેલા મતને ગાંઠશે નહીં, જે લૌકિક મતમાં પિતાની આજીવિકા રહી છે, એવા વેદની મહત્તા ઘટાડવાથી પિતાની મહત્તા ઘટશે, પિતાનું મિથ્થા સ્થાપિત કરેલું પરમેશ્વરપદ ચાલશે નહીં. એથી જૈનતત્વમાં પ્રવેશ કરવાની રુચિને મૂળથી. બંધ કરવા લોકોને એવી ભ્રમરભૂરકી આપી કે જૈન નાસ્તિક છે. લેકે તે બિચારા ગભરુગાડર છે, એટલે પછી વિચાર પણ કયાંથી કરે? એ કહેવું કેટલું અનર્થકારક અને મૃષા છે તે જેણે વીતરાગપ્રણીત સિદ્ધાંતે વિવેકથી જાણ્યા છે, તે જાણે. મારું કહેવું મંદબુદ્ધિએ વખતે પક્ષપાતમાં લઈ જાય.
પાનું ૧૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org