________________
૧૮૪
શ્રી જિનેશ્વર મહિમા
કરવાનો, વિચારવાને, અન્યને બંધ કરવાનો, શંકા કંપા ટાળવાને, ધર્મકથા કરવાને, એકત્વ વિચારવાને, અનિત્યતા વિચારવાને, અશરણુતા વિચારવાને, વૈરાગ્ય પામવાને, સંસારનાં અનંત દુઃખ મનન કરવાને અને વીતરાગ ભગવંતની આજ્ઞા વડે કરીને આખા કલેકના વિચાર કરવાને અપૂર્વ ઉત્સાહ મળે છે. ભેદે ભેદે કરીને એના પાછા અનેક ભાવ સમજાવ્યા છે.
એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનને બહુ બહુ ઉદય થશે.
પાનું ૧૦૦ નિગ્રંથ પ્રવચનની ચમત્કૃતિ સંબંધી એક અન્યધમી સમર્થ વિદ્વાન સાથે શ્રીમદને
અપૂર્વ વાર્તાલાપ. એકવાર એક સમર્થ વિદ્વાનથી નિગ્રંથપ્રવચનની ચમકૃતિ સંબંધી વાતચીત થઈ તેના સંબંધમાં તે વિદ્વાને જણાવ્યું કે આટલું હું માન્ય રાખું છું કે મહાવીર એ એક સમર્થ તત્ત્વજ્ઞાની પુરૂષ હતા; એમણે જે બંધ કર્યો છે, તે ઝીલી પ્રજ્ઞાવંત પુરૂષએ અંગ, ઉપાંગની ચેજના કરી છે. તેના જે વિચારે છે તે ચમત્કૃતિ ભરેલા છે; પરંતુ એ ઉપરથી આખી સૃષ્ટિનું જ્ઞાન એમાં રહ્યું છે એમ હું કહી ન શકું. એમ છતાં જો તમે કંઈ એ સંબંધી પ્રમાણ આપતા હે તે હું એ વાતની કંઈ શ્રદ્ધા લાવી શકું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org