________________
૧૧૮
શ્રી જિનેશ્વર મહિમા બહુ છકી જાએ તે પણ મહાવીરની આજ્ઞા તોડશે નહિ, ગમે તેવી શંકા થાય તે પણ મારી વતી વીરને નિઃશંક ગણજે.
જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. વીરના એક વાક્યને પણ સમજે.
વીરના કહેલા શાસ્ત્રમાં સેનેરી વચને છુટક છુટક અને ગુપ્ત છે.
મહાવીરને પંથ વિસર્જન કરવું નહીં. વિરના માર્ગમાં સંશય કરશે નહીં.
તેમ ન થાય તે કેવલીગમ્ય, એમ ચીંતવજે એટલે શ્રદ્ધા ફરશે નહીં.
મહાવીરે ઉપદેશેલી બાર ભાવનાઓ ભાવે. મહાવીરના ઉપદેશ વચનનું મનન કરે.
મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જે તપ કર્યો તે નિર્મોહપણે તપ કરે.
મહાવીર શાસન હમણાં જે શાસન પ્રવર્તમાન છે તે શ્રમણ ભગવંત મહાવીરનું પ્રણત કરેલું છે. ભગવાન મહાવીરને નિર્વાણ પધાર્યા * ૨૪૧૪ વર્ષ થઈ ગયાં. મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની કૂખે સિદ્ધાર્થ રાજાથી
* (આ લખાણ વિ. સંવત ૧૯૪૪ની સાલમાં લખાયેલું છે)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org