________________
જૈન મુનિ અને તેમનું માહાત્મ્ય
૧૪૭ થયા. મમત્વરહિત થયા. નિરહંકારી થયા, સ્ત્રીઆદિકના સંગરહિત થયા. સર્વાત્મભૂતમાં એને સમાનભાવ થયે. આહાર જળ પ્રાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઉપજે કે દુઃખ, જીવિતવ્ય છે કે મરણ હે, કઈ સ્તુતિ કરે કે કેઈ નિંદા કરે, કોઈ માન દે કે કેઈ અપમાન દે, તે સઘળાં પર તે સમભાવી થયા. રિદ્ધિ, રસ અને સુખ એ ત્રિગારવના અહંપદથી તે વિરક્ત થયા. મનદંડ, વચનદંડ અને તનદંડ નિવર્તાવ્યા, ચાર કષાયથી વિમુક્ત થયા. માયાશલ્ય, નિદાનશલ્ય તથા મિથ્યાત્વશલ્ય એ ત્રિશલ્યથી તે વિરાગી થયા, સપ્ત મહાભયથી તે અભય થયા. હાસ્ય અને શેકથી નિવર્યો. નિદાન રહિત થયા, રાગદ્વેષરૂપી બંધનથી છૂટી ગયા. વાંછા રહિત થયા, સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા; કરવાથી કેઈ કાપે અને કઈ ચંદન વિલેપન કરે તે પર સમભાવી થયા. પાપ આવવાનાં સઘળાં દ્વાર તેણે રૂંધ્યાં. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મધ્યાનાદિક વ્યાપાર તે પ્રશસ્ત થયા. જિતેંદ્ર શાસનતત્ત્વ પરાયણ થયા. જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યક્ત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કરી અને નિર્મળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા. સમ્યક્ પ્રકારથી ઘણું વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને એક માસનું અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મોક્ષગતિએ પરવર્યા. * (નિવૃત્તિ બોધમાંના મૃગાપુત્રનાં ચરિત્રમાંથી)
પાનું ૧૪૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org