________________
જૈન દર્શનનું માહામ્ય
૧૭૧
આચાર્યોને આશય, ને દ્વાદશાંગીને આશય માત્ર આત્માને સનાતન ધર્મ પમાડવાનું છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કઈ પ્રકારે જ્ઞાનીઓને વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે.
પાનું ૮૭૩ વ્યાખ્યાન સાર–૨–૯૫૯-૪-૨૦ નમે જિણાણું જિદ્દભવાણું
- જિનતત્ત્વ સંક્ષેપ અનંત અવકાશ છે. તેમાં જડ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. વિશ્વમર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે. જેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. જીવ અને પરમાણુપુદ્ગલ એ બે દ્રવ્ય સક્રિય છે. સર્વ દ્રવ્ય દ્રવ્યત્વે શાશ્વત છે. અનંત જીવ છે. અનંત અનંત પરમાણુપુગલ છે. ધર્માસ્તિકાય એક છે. અધર્માસ્તિકાય એક છે. આકાશાસ્તિકાય એક છે. કાળ દ્રવ્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org