________________
૧પ૦
શ્રી જિનેશ્વર મહિમા
આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થ કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે
પાનું ૫૫૫
પત્રાંક નં. ૬૫૩ જે નિયમમાં અતિચારાદિ પ્રાપ્ત થયાં હોય તેનું યથાવિધિ કૃપાળ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી એગ્ય છે, નહીં તે ભયંકર તીવ્ર બંધને હેતુ છે. નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહાપુરુષની આજ્ઞાને કાંઈ વિચાર રાખે નહીં. એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય?
- '
' પાનું ૭૪૪ I
પત્રાંક નં. ૯૪૧ સદ્ગુરુઉપદિષ્ટ યોક્ત સંયમને પાળતાં એટલે સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં પાપથકી વિરમવું થાય છે, અને અભેદ્ય એવા સંસારસમુદ્રનું તરવું થાય છે.
વ્યાખ્યાનસાર ૧-૯૫૮–૧૧૦
પાનું ૮૫૫ આચાર્ય ભગવંત તથા જ્ઞાનીઓ
પ્રત્યે રાખવા યોગ્ય દૃષ્ટિ મહાન આચાર્યો અને જ્ઞાનીઓમાં દોષ તો ભૂલ હેય નહીં. આપણાથી ન સમજાય તેને લીધે આપણે ભૂલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org