________________
૧૬૮
શ્રી જિનેશ્વર મહિમા સર્વજ્ઞદેવ, નિગ્રંથગુરુ અને સર્વજ્ઞોપદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્તપ્રતીતિ પ્રાપ્ત થાય છે.
સર્વ જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, સર્વ મેહ અને સર્વ વિર્યાદિ અંતરાયને ક્ષય થવાથી આત્માને સર્વજ્ઞવીતરાગ સ્વભાવ પ્રગટે છે.
નિર્ચથપદના અભ્યાસને ઉત્તરોત્તર કમ તેને માર્ગ છે. તેનું રહસ્ય સર્વજ્ઞોપદિષ્ટ ધર્મ છે.
પાનું ૬૬૭
પત્રાંક નં. ૭૬૨ જૈન માર્ગ વિવેક પિતાના સમાધાનને અર્થે યથાશક્તિએ જેનમાર્ગ જાણે છે, તેને સંક્ષેપે કંઈ પણ વિવેક કરું છું.
તે જૈન માર્ગ જે પદાર્થનું હવાપણું છે તેને હવાપણે અને નથી તેને નહીં હોવાપણે માને છે.
જેને હેવાપણું છે તે બે પ્રકારે છે એમ કહે છે: જીવ અને અજીવ. એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે. કોઈકેઈને સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી.
અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે.
જીવ અનંતા છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ ત્રણે કાળ જુદા છે. જ્ઞાનદર્શનાદિ લક્ષણે જીવ એાળખાય છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહે છે. સંચવિકાસનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org