________________
૧૪૬
શ્રી જિનેશ્વર મહિમા દ્વાદશ પ્રકૃતિ તપ આચરીશ; તેમજ મૃગચર્યાથી વિચરીશ. મૃગને વનમાં રંગને ઉપદ્રવ થાય છે, ત્યારે તેનું વૈદું કેણ કરે છે?” એમ પુનઃ કહી તે બોલ્યા કે, “કેણ તે મૃગને ઔષધ દે છે? કેણુ તે મૃગને આનંદ, શાંતિ અને સુખ પૂછે છે? કેણ તે મૃગને આહાર અને જળ આણું આપે છે? જેમ તે મૃગ ઉપદ્રવમુક્ત થયા પછી ગહન વને
જ્યાં સરેવર હોય છે ત્યાં જાય છે, તૃણ–પણું આદિનું સેવન કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચારીશ. સારાંશ, એ રૂપ મૃગચર્યો હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતો યતિ મૃગની પેઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને યતિ વિચરે. જેમ મૃગ તૃણ, જળાદિકની ગેચરી કરે તેમ યતિ નેચરી કરીને સંયમભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહીં, નિંદા કરે નહીં એવો સંયમ હું આચરીશ.” “gધ પુત્તા gિણં–હે પુત્ર! જેમ તને સુખ થાય તેમ કરે!” એમ માતા-પિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી મમત્વભાવ છેદીને જેમ મહા નાગ કંચુક ત્યાગી ચાલ્યા જાય છે, તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમ ધર્મમાં સાવધાન થયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ, અને સગાસંબંધીના પરિત્યાગી થયા. વસ્ત્રને ધૂણી જેમ રજ ખંખેરી નાખીએ તેમ તે સઘળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવાને માટે નીકળી પડ્યા. પવિત્ર પાંચ મહાવ્રતયુક્ત થયા. પંચ સમિતિથી સુશોભીત થયા. ત્રિગુસ્યાનુગુપ્ત થયા. બાહ્યાભ્યતરે દ્વાદશ તપથી સંયુક્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org