________________
શ્રી જિનેશ્વર મહિમા
ત્યાગ અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટયા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે.
આત્મપરિણામથી જેટલે અન્ય પદાર્થનો તાદામ્ય અધ્યાસ નિવર્સ તેને શ્રી જિન ત્યાગ કહે છે.
તે તાદામ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગને ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તે પણ આ જીવે અંતર્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે.
પાનું ૫૧૩
પત્રાંક નં. ૫૬૯ જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તે અશ્રેય થશે, એ ભય જીવન ઉપગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે.
પાનું ૫૧૨
પત્રક નં. ૫૬૯ સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org