________________
૧૮
શ્રી જિનેશ્વર મહિમા ત્યાગ કયારે યોગ્ય ગણાય તેની સૂફમ વિચારણું
ઝ. “ઘણું કરીને બધા માર્ગોમાં મનુષ્યપણાને મેક્ષનું એક સાધન જાણું બહુ વખાણ્યું છે; અને જીવને જેમ તે પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય તેમ કેટલાક માર્ગોમાં ઉપદેશ કર્યો દેખાય છે. જિનેન્દ્ર માર્ગને વિષે તેવે ઉપદેશ કર્યો દેખાતો નથી. વેદોક્ત માર્ગમાં અપુત્રને ગતિ નથી, એ આદિ કારણથી તથા ચાર આશ્રમને કમાદિથી કરીને વિચારતાં મનુષ્યની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ કર્યો દષ્ટિગોચર થાય છે. જિનેક્ત માર્ગમાં તેથી ઉલટું જોવામાં આવે છે, અર્થાત્ તેમ નહી કરતાં ગમે ત્યારે જીવ વૈરાગ્ય પામે તે સંસાર ત્યાગ કરી દે એ ઉપદેશ જેવામાં આવે છે, તેથી ઘણું ગૃહસ્થાશ્રમને પામ્યા વિના ત્યાગી થાય, અને મનુષ્યની વૃદ્ધિ અટકે, કેમકે તેમના અત્યાગથી જે કંઈ તેમને સંતાનોત્પત્તિને સંભવ રહેત તે ન થાય અને તેથી વંશને નાશ થવા જેવું થાય, જેથી દુર્લભ એવું મનુષ્યપણું જે
ક્ષસાધનરૂપ ગયું છે, તેની વૃદ્ધિ અટકે છે, માટે તે અભિપ્રાય જિનને કેમ હોય?” તે જાણવા આદિ વિચારનું પ્રશ્ન લખ્યું છે, તેનું સમાધાન વિચારવા અર્થે અત્રે લખ્યું છે.
- ઉ. લૌકિક દષ્ટિ અને અલૌકિક (લેકોત્તર) દષ્ટિમાં માટે ભેદ છે. અથવા એકબીજી દષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહાર (સાંસારિક કારણે)નું મુખ્યપણું છે, અને અલૌકિક દષ્ટિમાં પરમાર્થનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org