________________
જિનાગમ સ્તુતિ
સંયમ જ્ઞાની પુરુષને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વરે કહ્યું છે તે સત્ય છે.
તે સંયમ, વિચારની તીક્ષણ પરિણતિથી તથા બ્રહ્મરસપ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે.
શ્રી તીર્થકર આત્માને સંકોચવિકાસનું ભાજન ગદશામાં માને છે, તે સિદ્ધાંત વિશેષે કરી વિચારવા ગ્ય છે.
પાનું ૯૧૨
હાથનેધ ૧-૨૪ પંદર ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેષે, ગમે તે જગેએ, ગમે તે લિંગ કલ્યાણ થાય તે છે.
પાનું ૮૩૨
ઉપદેશ છાયા ૯૫૭-૧૩ જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હોય છે, એ જે જિનને અભિપ્રાય તે સત્ય છે.
ત્રીસ મહા મેહનીયનાં સ્થાનક શ્રી તીર્થ કરે કહ્યાં છે તે સાચાં છે.
અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગને એકાંત અભિપ્રાય આપે છે એ જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે,
પાનું ૯૧૦ હાથને ધ ૧–૧૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org