________________
જિનેશ્વર ભગવાનની ભક્તિ
૧૦૯ એક વીતરાગ દેવમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યા રહેશે.
પાનું ૨૩૩
પત્રાંક નં. ૯૮ યથાર્થ ઉપદેશ જેમણે કર્યો છે, એવા વિતરાગના ઉપદેશમાં પરાયણ રહે, એ મારી વિનયપૂર્વક તમને બને ભાઈઓને અને બીજાઓને ભલામણ છે.
પાનું ૨૪૩
પત્રાંક નં. ૧૧૫ જેનું અપાર માહાસ્ય છે, એવી તીર્થંકરદેવની વાણીની ભક્તિ કરો.
પાનું ૨૪૫ પત્રક નં. ૧૧૯
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે જિનભકિતમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઇતું, તે ન હોય તે પછી માગવાની ઈચ્છા પણ નથી.
પાનું ૨૪૯ પત્રાંક નં. ૧૨૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org