________________
૫૯
જિનાગમ સ્તુતિ મુખ્યપણું છે. માટે અલૌકિક દષ્ટિને લૌકિક દષ્ટિના ફળની સાથે પ્રાયે (ઘણું કરીને) મેળવવી એગ્ય નહીં.
જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્ય દેહનું વિશેષ માહામ્ય કહ્યું છે. એટલે મેક્ષસાધનના કારણુરૂપ હોવાથી તેને ચિંતામણિ જેવો કહ્યો છે, તે સત્ય છે. પણ જે તેથી મોક્ષ સાધન કર્યું તે જ તેનું એ માહામ્ય છે, નહીં તો પશુના દેહ જેટલી યે વાસ્તવિક દષ્ટિથી તેની કિંમત દેખાતી નથી.
મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દષ્ટિને છે, પણ તે દેહ પામીને અવશ્ય માણસાધન કરવું, અથવા તે સાધનને નિશ્ચય કરે, એ વિચાર મુખ્યપણે અલૌકિક દષ્ટિને છે. અલૌકિક દૃષ્ટિમાં મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી, તેથી મનુષ્યાદિને નાશ કરવો એમ તેમાં આશય રહે છે, એમ સમજવું ન જોઈએ. લૌકિક. દષ્ટિમાં તે યુદ્ધાદિ ઘણા પ્રસંગમાં હજારે મનુષ્ય નાશ પામવાનો વખત આવે છે, અને તેમાં ઘણા વંશરહિત થાય છે, પણ પરમાર્થ એટલે અલૌકિક દષ્ટિનાં તેવાં કાર્ય નથી, કે જેથી તેમ થવાને ઘણું કરીને વખત આવે; અર્થાત્ એ સ્થળે અલૌકિક દષ્ટિથી નિરતા, અવિરેધ, મનુષ્યાદિ પ્રાણની રક્ષા, અને તેમના વંશનું રહેવું એ સહેજ બને. છે; અને મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવાને જેને હેતુ છે એવી લૌકિક દૃષ્ટિ ઉલટી તે સ્થળે વર, વિરોધ, મનુષ્યાદિ પ્રાણુને નાશ અને વંશરહિતપણું કરનારી થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org