________________
શ્રી જિનેશ્વર મહિમા
અનંતાનુબંધી જે કષાય પરિણામથી અનંત સંસારને સંબંધ થાય તે કષાય પરિણામને જિન પ્રવચનમાં “અનંતાનુબંધી સંજ્ઞા કહી છે, જે કષાયમાં તન્મયપણે અપ્રસ્ત (માઠા) ભાવે તોપગે આત્માની પ્રવૃત્તિ છે ત્યાં “અનંતાનુબંધી ને સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યાં છે, તે સ્થાનકે તે કષાયને વિશેષ સંભવ છે. સદેવ, સદ્ગુરુ અને સત્ધર્મને જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસત્ ધર્મને જે પ્રકારે આગ્રહ થાય, તે સબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ. પ્રવૃત્તિથી પ્રવર્તતાં “અનંતાનુબંધી કષાય સંભવે છે, અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવને જે મર્યાદા પછી ઈચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ “અનંતાનુબંધી હોવાયેગ્ય છે, સંક્ષેપમાં. “અનંતાનુબંધી કષાયની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે.
- પાનું પાપ
પત્રાંક નં. ૬૧૩ સ્ત્રી, પરિગ્રહાદિને વિષે જેટલે મૂછભાવ રહે છે તેટલું જ્ઞાનનું તારતમ્ય ન્યૂન છે, એમ શ્રી તીર્થકરે નિરૂપણું કર્યું છે. સંપૂર્ણજ્ઞાનમાં તે મૂછ હેતી નથી.
પાનું ૭૭૫ ઉપદેશ નોંધ ૪૦૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org