________________
જિનગમ સ્તુતિ
૩૯ ભક્તિમાર્ગ સિદ્ધ થતું નથી જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાનીપુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દષ્ટિએ જેવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે.
જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારાં પંચવિષયાદિ દે છે. તે દેષ થવાનાં સાધનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાધનેમાંથી અહં બુદ્ધિ છોડી દઈ રેગરૂપ જાણ પ્રવર્તવું ઘટે.
પાનું ૫૧૫
પત્રક નં. ૫૭૨ જ્ઞાની પુરુષના સમાગમની અસર આત્મસ્વરૂપને નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુત જ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશોગ્ય એવું “આચારાંગસૂત્ર” છે; તેના પ્રથમ શ્રુત સ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં પ્રથમ વાકયે જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે. મેક્ષના બીજભૂત છે, સમ્યક્ત્વ સ્વરૂપ છે, તે વાક્ય પ્રત્યે ઉપગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાની પુરુષના સમાગમની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org