________________
૩૩
જિનાગમ સ્તુતિ કાચું કાર્યો અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ એગ્ય છે. પ્રમાદવશે ચૌદપૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેની વ્યવહારને વિષે અનાસક્તબુદ્ધિ થઈ છે, તેવા પુરુષે પણ જે તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તે તેની ક્ષણેક્ષણે નિવૃત્તિ ચિંતવવી, અને નિજભાવની જાગૃતિ રાખવી. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થકરાદિકે ભલામણ દીધી છે, તે પછી, જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયે નથી, એવા જીવને તે આ સર્વ વ્યવસાયથી વિશેષ-વિશેષ નિવૃત્તભાવ રાખવે અને વિચાર જાગૃતિ રાખવી એગ્ય છે, એમ જણાવવા જેવું પણ રહેતું નથી, કેમ કે તે તે સમજણમાં સહેજે આવી શકે એવું છે.
પાનું ૪૬૦
પત્રાંક નં. ૫૦૬ જે પુરુષની જ્ઞાનદશા સ્થિર રહેવા ગ્ય છે, એવા જ્ઞાની પુરુષને પણ સંસારપ્રસંગને ઉદય હોય તે જાગૃતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વીતરાગે કહ્યું છે, તે અન્યથા નથી, અને આપણે સૌએ જાગૃતપણે પ્રવર્તવું કરવામાં કંઈશિથિલતા રાખીએ તો તે સંસારપ્રસંગથી બાધ થતાં વાર ન લાગે, એ ઉપદેશ એ વચનેથી આત્મામાં પરિણમી કરવા યોગ્ય છે. એમાં સંશય ઘટતું નથી. પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય થતી હોય તે પ્રસંગ સંક્ષેપ કરવો ઘટે, અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે, એ મુમુક્ષુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org