________________
શ્રી જિનેશ્વર મહિમા
૧૬
વ્યાપી રહી છે. તારા ખેાળા સ્ત્રીના સંગથી રહિત છે. તારા એ હાથ શસ્ત્રસ'ખ'ધ વિનાનાં છે, તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તું જ વીતરાગ જગતમાં દેવ છું.”
દેવ કાણુ ? વીતરાગ.
દર્શીન ચેાગ્ય મુદ્રા કઇ ? વીતરાગતા સૂચવે તે.
સદેવનુ વાસ્તવિક નિરૂપણુ
પાનું ૭૬૩ ઉપદેશ નોંધ ૨૨
नमो
दुर्वाररागादिवैरिवारनिवारिणे ।
अर्हते योगिनाथाय महावीराय तायिने ॥ '
શ્રી હેમચંદ્રાચાય` ‘ચેાગશાસ્ત્રની’ રચનાં કરતાં મંગલાચરણમાં વીતરાગ સજ્ઞ અરિહંત ચોગીનાથ મહાવીરને સ્તુતિરૂપે નમસ્કાર કરે છે.
6
વાર્યાં વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેણે વાર્યો, જીત્યા; જે વીતરાગ સર્વજ્ઞ થયા; વીતરાગ સજ્ઞ થતાં જે અર્હત્ પૂજવા ચેાગ્ય થયા, અને વીતરાગ અત્ થતાં મેાક્ષ અર્થે પ્રવતન છે જેનું એવા જુદા જુદા ચેગીએના જે નાથ થયા, નેતા થયા; અને એમ નાથ થતાં જે જગતનાં નાથ, તાત, ત્રાતા થયા; એવા જે મહાવીર તેને નમસ્કાર હા.” અહીં સદેવના અપાયઅપગમ અતિશય, જ્ઞાન અતિશય, વચન અતિશય અને પૂજા અતિશય સૂચવ્યા. આ મંગલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org