________________
જિનદેવ અને તેમનું માહાસ્ય
છે, મુક્ત થઈ શકે છે, એવા દેહધારી મુક્ત પુરુષ જ બંધ કરી શકે છે એમ સૂચવ્યું, દેહરહિત અપૌરુષેય બોધને નિષેધ કર્યો.
કર્મરૂપ પર્વતના ભેદનાર એમ કહી કમરૂપ પર્વતે તેડવાથી મેક્ષ થાય એમ સૂચવ્યું, અર્થાત્ કર્મરૂપ પર્વતે સ્વવીયે કરી દેહધારીપણે તેડયા, અને તેથી જીવન્મુક્ત થઈ મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગના બતાવનાર થયા. ફરી ફરી દેહ ધારણ કરવાનું જન્મવા મરવારૂપ સંસારનું કારણ કમ છે તેને સમૂળાં છેદ્યાથી નાશ કર્યાથી, તેમને ફરી દેહધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું. મુક્ત આત્મા ફરી અવતાર ન લે એમ સૂચવ્યું.
વિશ્વતત્ત્વના જ્ઞાતા, સમસ્ત દ્રવ્યપર્યાયાત્મક લોકાલોકના, વિશ્વના જાણનાર એમ કહી મુક્ત આત્માનું અખંડ સ્વપરજ્ઞાયકપણું સૂચવ્યું. મુક્ત આત્મા સદા જ્ઞાનરૂપ જ છે એમ સૂચવ્યું.
આવા જે ગુણવાળા તેને તે ગુણની પ્રાપ્તિ અર્થે વંદું છું, એમ કહી પરમ આપ્ત, મેક્ષમાર્ગ અર્થે વિશ્વાસ કરવા ગ્ય, વંદન કરવા ગ્ય, ભક્તિ કરવા ગ્ય, જેની આજ્ઞાએ ચાલવાથી નિઃસંશય મોક્ષ પ્રાપ્ત થાય, તેમને પ્રગટેલ ગુણની પ્રાપ્તિ થાય, તે ગુણે પ્રગટે, એવા કેણું હોય તે સૂચવ્યું. ઉપર જણાવેલ ગુણવાળા મુક્ત પરમ આપ્ત, વંદન યોગ્ય હોય, તેમણે બતાવેલ તે મેક્ષમાર્ગ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org