________________
અને રોચક ભાષા અને શિલીમાં કરેલું આ વર્ણન પણ એમનો શાસ્ત્રાભ્યાસ કે જીવનસ્પશી હતા અને એમનું જ્ઞાન માત્ર ઉપરછલું યા વાણીવિલાસ કે બુદ્ધિવિલાસ રૂપ નહીં પણ કેવું સર્વસ્પશી અને મર્મસ્પર્શી હતું એનો
ખ્યાલ આપે છે. એમના એક એક વચનમાં જાણે અનુભવ જ્ઞાન-જીવન સાથે એકરસ બની ગયેલ બેધનો-મધુર રણકે સાંભળવા મળે છે, જે સહૃદય અને તત્ત્વજિજ્ઞાસુ વાચકના અંતરને સહજપણે સ્પર્શી જાય છે. એમ કહેવું જોઈએ કે ભગવાન તીર્થકરને મહિમા વર્ણવતાં શ્રીમદુનાં આ સરળ, સુગમ અને મધુર વચને ખુદ શ્રીમનું જીવન, કાર્ય અને સાહિત્ય કેવું મહિમાવંતું છે એની સુભગ છાપ આપણું અંતર ઉપર પાડે છે. આ પણ શ્રીમદુની એક સિદ્ધિ જ સમજવી જોઈએ. હવે આ પુસ્તકમાંના એમના થોડાક ઉગારો જોઈએ.
જુઓ શ્રામની જિનેશ્વર ઉપરની દઢ શ્રદ્ધા
અમારા ચિત્તને વિષે વારંવાર એમ આવે છે અને એમ પરિણામ સ્થિર રહ્યા કરે છે કે જે આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાનસ્વામીએ કે શ્રી રાષભાદિએ કર્યો છે તે નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી.” (પૃ. ૯)
“એક માત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરેધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેદવામાં આવે છે.” (પૃ. ૧૦)
સંશયબીજ ઉગે નહિ અંદર, જે જિનનાં કથને અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનેરથ, ધાર થશે અપવર્ગ ઉતારુ.”
(પૃ. ૮૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org