________________
આ ઉપરાંત, જિનવાણીને મહિમા, વ્યવહારુપણું, -ગુરુમહિમા, સત્યનિષ્ઠા, આત્મવિશ્વાસ, શ્વેતાંબર–દિગંબરના -ભેદે, મહાવીરને મહિમા વગેરે અનેક જાણવા જેવી બાબતે - અંગે શ્રીમના વિચારે આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે.
પુસ્તકના સંકલન કરનાર આ પુસ્તકનું સંકલન ભાઈ શ્રી જયંતીભાઈ એ કર્યું છે. આ સંકલનમાં મને એમની ભક્તિ, દ્રષ્ટિ અને રુચિ એ ત્રણેની શુચિતાનાં દર્શન થયાં છે. ઉછરતી યુવાન ઉંમરે પણ શ્રી જયંતીભાઈમાં જે તરવજિજ્ઞાસા અને ધર્મમાર્ગનું અનુસરણ કરવાની રુચિ જોવા મળે છે, તે અતિવિરલ અને યુવાને તેમ જ મોટાએ બંનેને માટે પણ સમાન રીતે દાખલારૂપ બની રહે એવી છે. પિતાની ધર્મજિજ્ઞાસા, તત્ત્વજિજ્ઞાસા, કે સત્યજિજ્ઞાસાને સંતોષવા, અને એમ કરીને પિતાના ચિત્તનું યથાશક્ય ઊગ્યીકરણ કરવા તેઓએ સંતસમાગમ અને સદુવાચનને જે રસ કેળવ્યો છે તે, તેઓ ચિત્તશુદ્ધિના કે ધર્માચરણના સાચા માગે છે એમ કહેવા પ્રેરે એવે છે. તેમાંય તેઓ સામાને પિતાની વાત સમજાવવાની જે ધીરજ, શાંતિ અને નિર્ભયતા દાખવે છે અને ગમે ત્યાંથી સત્યને શોધવા--સ્વીકારવાની ખેલદિલી, ઉદારતા અને અનાગ્રહવૃત્તિને પરિચય આપે છે, અને તે પણ વાત-વાતમાં મન ઉશકેરાઈ જાય એવી તરુણ ઉંમરે, એ બિના એમના પ્રત્યે આદરભાવ જન્માવે એવી છે. મારી સમજ મુજબ, ઉંમરની મેટાઈ એ સાચી નહીં પણ, ઔપચારિક અને ઉપર છલી મોટાઈ છે; સાચી મેટાઈ તે ગુણિયલપણુમાં જ વસે છે. આ દ્રષ્ટિએ વિચારતાં ભાઈ શ્રી જયંતીભાઈ પ્રત્યે અંતરમાં સહજપણે આદર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org