________________
શ્રી જિનેશ્વર મહિમા
ભગવાનનું સ્વરૂપ નિજ સ્વરૂપ પ્રાપ્તિનું કારણ
* જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પિતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પિતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે. અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું -ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં
પાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તે આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે, અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે. અને એ જ ભેદ છે, વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપે પ્રગટે છે.
અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટયું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધસ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે, તેમજ અર્હત્ ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સગીસિદ્ધ છે. સગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે, પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીયમાં કંઈ પણ ભેદ નથી, એટલે અહંતુ ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે.
પાનું ૬૫૧ પત્રાંક નં. ૭૫૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org