________________
હોય છે, અને જેને કાંઈ પણું ભક્તિના અંશે પ્રાપ્ત થયા. છે એવા પુરૂષે તે જરૂર એમ જ નિશ્ચય કરો કે “હરિની. ઈચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે.” (પૃ. ૧૧૧)
આ વચનમાં શબ્દના (“હરિ, “જિન” જેવા) બાહ્ય શાબ્દિક કેચલાને ભેદીને અંદરનું સારભૂત તત્વ શોધવાસ્વીકારવાની શ્રીમની ઉદાર ગુણગ્રાહક દ્રષ્ટિ અને શ્રદ્ધાને. સંગમ થયેલું જોવા મળે છે.
શ્રીમદુની શ્રદ્ધાની દઢતા દર્શાવનારા આટલાં બધાં વચને, ઉપર એટલા માટે રજૂ કર્યા છે કે જેથી એમની શ્રદ્ધામય મનભૂમિકાને સ્પષ્ટ રૂપે ખ્યાલ આવે અને એમની જીવનસ્પશી ધર્મમયતા માટે કેઈને લેશ પણ શંકા હોય તે તે દૂર થવા પામે.
ભકિતની ઉપયોગિતા સમજાવતાં શ્રીમદુ કહે છે કે“શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહે તરુ કલ્પ અહ, ભજીને ભગવંત ભવંત લહે..
(પૃ. ૧૦૨) “જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તે પછી માગવાની ઇચ્છા પણ નથી.” (પૃ. ૧૦૯)
પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મેક્ષને એ ધુરંધર માર્ગ મને લાગે છે. ગમે તે મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે.” (પૃ. ૧૧૨)
“ઘણું ઘણા પ્રકારથી મનન કરતાં અમારે દઢ નિશ્ચય. છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. અને તે પુરુષના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org